શોધખોળ કરો
Advertisement
બિહાર: કારાકાટ અને ઉજિયારપુર બે બેઠકો પરથી ચૂંટણી લડશે ઉપેંદ્ર કુશવાહા, સર્વેમાં એક બેઠક પર જીતની શક્યતા
પટના: એનડીએ છોડીને મહાગઠબંધનમાં સામેલ થયેલા ઉપેંદ્ર કુશવાહાએ આજે લોકસભા ચૂંટણીને લઈને પોતાના ઉમેદવારો જાહેર કર્યા હતા. આ વખતે ઉપેંદ્ર કુશવાહા બે બેઠકો પરથી ચૂંટણી લડશે. કારાકાટ અને ઉજિયારપુર આ બે બેઠકો પરથી તેમણે ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. ઉલ્લેખનીય છે કે મહાગઠબંધનમાં બેઠકોની વહેચણીમાં કુશવાહાની પાર્ટીને પાંચ બેઠકો મળી હતી.
પશ્ચિમ ચંપારણથી ડૉ બૃજેશ કુમાર કુશવાહા અને પૂર્વ ચંપારણથી આકાશ કુમાર સિંહ ચૂંટણી લડશે. જમુઈ બેઠક પર પહેલા જ ઉમેદવારના નામની જાહેરાત કરી દેવામાં આવી હતી. આ બેઠક પરથી ભૂદેવ ચૌધરીને ચૂંટણી મેદાનમાં છે. આ બેઠક પર તેમનો સામનો એલજેપીના ચિરાગ પાસવાન સામે થશે. એબીપી ન્યૂઝ-નીલસને બિહારમાં તમામ 40 લોકસભા બેઠકો પર સર્વે કર્યો છે. સર્વે મુજબ ઉપેંદ્ર કુશવાહા કારાકાટથી ફરિ એક વખત ચૂંટણી જીતે તેવી શક્યતા છે. ઉલ્લેખનીય છે કે નિત્યાનંદ રાયે કુશવાહાને ઉજિયારપુરથી ચૂંટણી લડવાનો પડકાર આપ્યો હતો. સર્વે મુજબ ઉજિયારપુર બેઠક એનડીએના ખાતામાં જાય તેવી શક્યતા છે. ઉજિયારપુર બેઠક પર બિહાર ભાજપના પ્રદેશ અધ્યક્ષ નિત્યાનંદ રાય ચૂંટણી મેદાનમાં છે અને તેઓ ચૂંટણી જીતે તેવી શક્યતા છે. UPમાં ભાજપનો માસ્ટર સ્ટ્રોક, જાણો અખિલેશ યાદવ સામે કોને આપી ટિકિટBihar: Rashtriya Lok Samta Party Chief and former Union Minister Upendra Kushwaha to contest from Karakat and Ujiarpur #LokSabhaElections2019 (file pic) pic.twitter.com/JqYpAhgLzB
— ANI (@ANI) April 3, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દેશ
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion