શોધખોળ કરો
Advertisement
રાજકીય રીતે દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તરપ્રદેશમાં કોનુ પલડુ છે ભારે, કોને મળશે કેટલી બેઠકો, જાણો સર્વે પ્રમાણે
નવી દિલ્હીઃ લોકસભા 2019ની ચૂંટણીનુ બ્યૂગલ ફૂંકાઇ ગયુ છે. દેશની બધા રાજકીય પક્ષોની નજર ઉત્તરપ્રદેશ પર ટકેલી છે. કેમકે યુપી દેશનું પૉલિટિકલ ગેમ ચેન્જર રાજ્ય છે. અહીં લોકસભાની સૌથી વધુ 80 બેઠકો આવેલી છે. બીજેપી, કોંગ્રેસની સાથે સાથે પ્રાદેશિક પક્ષો આમને સામને આવી ગયા છે. ત્યારે એબીપી-સી વૉટરે એક સર્વે કર્યો છે જેમાં કયા પક્ષને કેટલી બેઠકો મળી શકે છે તે અંદાજ લગાવાયો છે.
એબીપી ન્યૂઝ-સી વૉટરે કરેલા સર્વે પ્રમાણે, યુપીની 80 બેઠકોમાં બીજેપી ગઠબંધન વાળી એનડીએને મોટુ નુકશાન થઇ શકે છે, એનડીએને 29 બેઠકો મળી શકે છે, જ્યારે મહાગઠબંધનને 47 બેઠકો મળી શકે છે. જોકે, રાજ્યમાં યુપીએને ખાસ ફાયદો થતો નથી, તેમને માત્ર 4 બેઠકોથી સંતોષ રાખવો પડી શકે છે.
નોંધનીય છે કે, 16મી લોકસભા 2014ની ચૂંટણી દરમિયાન, ઉત્તરપ્રદેશમાં 80 બેઠકોમાં બીજેપી સૌથી આગળ રહી હતી, અહીં બીજેપીએ સૌથી વધુ 71 બેઠકો કબ્જે કરી હતી. જ્યારે પ્રાદેશિક પક્ષ સમાજવાદી પાર્ટીને 5 અને કોંગ્રેસને 2 બેઠકો મળી શકી હતી. જોકે માયાવતીની પાર્ટી બીએસપી પોતાના હૉમ ગ્રાઉન્ડમાં ખાતુ પણ ન હતુ ખોલીવી શકી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement