શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
ચૂંટણી દરમિયાન PM માનવાનો કર્યો હતો ઈનકાર, હવે મોદીના શપથ સમારોહમાં સામેલ થશે મમતા બેનર્જી
કરતાં મમતા બેનર્જી 30 મેના રોજ નરેન્દ્ર મોદીના શપથ સમારોહમાં સામેલ થશે. આ માટે તે 29 મેના રોજ દિલ્હી પહોંચી જશે.
નવી દિલ્હીઃ તાજેતરમાં પૂરી થયેલી લોકસભા ચૂંટણીમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીની પાર્ટી તૃણમુલ કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે 36નો આંકડો જોવા મળ્યો. અનેક વખત બંને પાર્ટીના નેતાઓ દ્વારા વિવાદાસ્પદ નિવેદનો આપવામાં આવ્યા. ચૂંટણી દરમિયાન બંને પાર્ટીના નેતાઓના સંબંધ સામાન્ય થવામાં ઘણો સમય લાગશે તેમ જણાતું હતું. પરંતુ ચૂંટણી માહોલને બાદ કરતાં મમતા બેનર્જી 30 મેના રોજ નરેન્દ્ર મોદીના શપથ સમારોહમાં સામેલ થશે. આ માટે તે 29 મેના રોજ દિલ્હી પહોંચી જશે.
ચૂંટણી દરમિયાન નરેન્દ્ર મોદીએ એક ઈન્ટરવ્યૂમાં દાવો કર્યો હતો કે મમતા દીદી તેમને મીઠાઈ મોકલે છે. જ્યારે મમતા બેનર્જીએ પલટવાર કરતાં કહ્યું આ ચૂંટણીમાં બંગાળ તેમને જીવનભર યાદ રહે તેવી મીઠાઈ મોકલશે. એટલું જ નહીં મમતાએ નરેન્દ્ર મોદીને વડાપ્રધાન માનવાનો પણ ઈનકાર કરી દીધો હતો.
આજથી ભાજપે દીદીના ગઢમાં ગાબડા પાડવાનું શરૂ કરી દીધુ છે. ભારતીય જનતા પાર્ટીના દિલ્હી કાર્યાલય ખાતે આજે ટીએમસીના બે ધારાસભ્યો સાથે એક સીપીએમના ધારાસભ્યએ બીજેપીમાં જોડાઈ ગયા હતા.. આ ઉપરાંત પશ્ચિમ બંગાળના 50 કોર્પોરેટરો પણ એકસાથે બીજેપીમાં સામેલ થયા હતા. બીજેપી રાષ્ટ્રીય સેક્રેટરી કૈલાશ વિજયવર્ગીયની ઉપસ્થિતિમાં આ નેતાઓ બીજેપીમાં જોડાયા હતા.
West Bengal CM Mamata Banerjee on PM Modi's oath taking ceremony: I have spoken to other Chief Ministers also. Since it is a ceremonial program we thought of attending it.Yes I will go pic.twitter.com/qbgIomrvCL
— ANI (@ANI) May 28, 2019
ચાલુ વર્ષે પણ ગુજરાતમાં વિદ્યાર્થીઓને મળશે નવરાત્રિ વેકેશન, જાણો વિગત
વર્લ્ડકપ પહેલા સાઉથ આફ્રિકાને લાગ્યો મોટો ફટકો, આ દિગ્ગજ ખેલાડી ગુમાવશે પ્રથમ મેચ, જાણો વિગત
14 કિમી ઉઘાડા પગે ચાલીને સિદ્ધિ વિનાયક મંદિર પહોંચી સ્મૃતિ ઈરાની, જાણો કોણ હતું સાથે
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion