ઈવેન્ટની સાથે એરપોર્ટ પર પણ આ કંપનીના બાઉન્સરને ગોઠવવામાં આવશે. આ સિવાય અન્ય જગ્યાઓથી 300 બાઉન્સર બોલાવવામાં આવ્યા છે. શેરા પોતે સમગ્ર સુરક્ષા વ્યવસ્થા પર નજર રાખશે. આ પાર્ટીમાં 1000 મહેમાન આવશે.
2/5
અંબાણી પરિવારે ઉદેયુપરની તમામ મોટી હોટલોમાં બુકિંગ શરૂ કરી દીધું છે. કોઈ પણ પ્રકારની કમી ન રહે તે માટે રામપુરાથી આગળ એક ગાર્ડનમાં મોટો ડોમ પણ બનાવવામાં આવી રહ્યો છે. અંબાણી પરિવારે લગ્નને ભવ્ય બનાવવા માટે મુંબઈ, દિલ્હી અને જયપુરમાંથી ઈવેન્ટ કંપનીઓને હાયર કરી છે.
3/5
પ્રી-વેડિંગ સમારંભની સુરક્ષાની જવાબદારી સલમાન ખાનના બાઉન્સર શેરાની ટાઈગર કંપનીને આપવામાં આવી છે. લગ્નને કવર કરવા માટે 80 ટોપ ફોટોગ્રાફર પણ ઉદેયપુર પહોંચશે. આ ઉપરાંત મહેમાનોને અવર-જવર માટે મુકેશ અંબાણીએ ચાર્ટર પ્લેન પણ હાયર કર્યા છે.
4/5
લક્ઝરી કાર્સમાં જગુઆર, પોર્શ, મર્સિડીઝ, ઓડી અને બીએમડબલ્યુ જેવી કાર છે. ફાઈવ સ્ટાર હોટલ ઓબેરોય ઉદય વિલાસની પાસે હરી દાસની મગરીના એક ગાર્ડનમાં કારનું પાર્કિંગ બનાવાયું છે. આ કારની સુરક્ષામાં વિશેષ સુરક્ષા ગાર્ડ લગાડવામાં આવ્યા છે.
5/5
ઉદયપુરઃ 12 ડિસેમ્બરે મુંબઈમાં મુકેશ અંબાણી અને નીતા અંબાણીની પુત્રી ઈશા અને આનંદ પીરામલ લગ્નગ્રંથીથી જોડાશે. આ પહેલા ઉદેયપુર 8થી 9 ડિસેમ્બરે પ્રી-વેડિંગ પાર્ટી રાખવામાં આવી છે. મહેમાનોની અવર-જવર કરવા માટે મંગળવારે મહારાષ્ટ્ર, દિલ્હી, હરિયાણા, ગુજરાત અને રાજસ્થાનના ઘણાં મોટા શહેરોમાંથી 400થી વધુ કાર ઉદયપુર પહોંચી છે.