શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
ગુજરાતી ફિલ્મ ‘હેલ્લારો’ શ્રેષ્ઠ ફિલ્મનો નેશનલ એવોર્ડ જીતનારી પ્રથમ ફિલ્મ બની, રચ્યો ઇતિહાસ
બેસ્ટ ગુજરાતી ફિલ્મનો એવોર્ડ ફિલ્મ 'રેવા'ને મળ્યો છે
ગાંધીનગરઃ 66મા નેશનલ ફિલ્મ એવોર્ડની જાહેરાત કરવામાં આવી છે. આ ખાસ કાર્યક્રમ શાસ્ત્રી ભવનના ફર્સ્ટ ફ્લોરના પીઆઇબી કોન્ફરન્સ હોલમાં આયોજીત કરવામાં આવ્યો હતો. ફિચર ફિલ્મોની 31 કેટેગરીમાં નેશનલ એવોર્ડ આપવામાં આવ્યો હતો. 23 નોન ફિચર અને 31 ફિચર ફિલ્મમાં એવોર્ડ આપવામાં આવશે. બેસ્ટ ફિચર ફિલ્મનો એવોર્ડ ગુજરાતી ફિલ્મ 'હેલ્લારો'ને મળ્યો છે. જ્યારે બેસ્ટ ગુજરાતી ફિલ્મનો એવોર્ડ ફિલ્મ 'રેવા'ને મળ્યો છે. 1953થી ફિચર ફિલ્મ કેટેગરીમાં એવોર્ડ આપવામાં આવે છે. નેશનલ એવોર્ડમાં ફિચર ફિલ્મ કેટેગરીમાં સૌ પ્રથમ વખત ગુજરાતી ફિલ્મને આ એવોર્ડ આપવામાં આવ્યો છે.
નેશનલ એવોર્ડ વિનર હેલ્લારો નામનો અર્થ મોજુ થાય છે. આ ફિલ્મથી કાસ્ટિંગ ડિરેક્ટર અભિષેક શાહ ડિરેક્ટર તરીકે પોતાની કરિયરના નવા અધ્યાયની શરૂઆત કરી હતી. ફિલ્મમાં 1975ના કચ્છની વાત છે. એક લોકકથા પર આધારિત આ ફિલ્મમાં કચ્છી મહિલાઓના સેલ્ફ-એક્સપ્રેશનની વાત છે. આ ફિલ્મમાં જયેશ મોરેનો પણ ઢોલીનો મહત્વનો રોલ છે.#NationalFilmAwards Award for Best Feature Film goes to Hellaro(Gujarati) pic.twitter.com/Xrh02lG4In
— PIB India (@PIB_India) August 9, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
સુરત
ક્રિકેટ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion