બોલિવૂડની આ એક્ટ્રેસને કેબ ડ્રાઈવરે ખંડણી માટે કેબમાં જ ગોંધી રાખી, ટ્વિટર પર કરી ફરિયાદ
અહાના શિમલાથી ચંદિગઢ જઈ રહી હતી. આ દરમિયાન તેણે એક કેબ બુક કરાવી હતી. જેનું પેમેન્ટ તેણે કરી દીધું હતું. જોકે, કેબ ડ્રાઈવરનું કહેવું હતું કે તેને કંપની તરફથી પેમેન્ટ મળ્યું નથી. જેના કારણે ટેક્સી ડ્રાઈવરે રસ્તા વચ્ચે જ અહાનાને કલાકો સુધી બંધક બનાવી હતી. જ્યાં સુધી કંપની તરફથી તેને રુપિયા ન મળ્યા ત્યાં સુધી તે કેદમાં રહી હતી.Now I'm being held ransom in the middle of the road out of nowhere @makemytrip for the payment that's not been received by the cab service. Please do not make this worst for me!! It's not safe!!!!
— Aahana Kumra (@AahanaKumra) March 24, 2019
આ દરમિયાન અહાના ઓનલાઈન હતી અને પોતાની સાથે આ ભયાનક ઘટના વિશે ટ્વિટ કરી હતી. તેણે લખ્યું કે કેબ સર્વિસ તરફથી રૂપિયા ન મળવાના કારણે મને રસ્તા વચ્ચે જ ખંડણી માટે ગોંધી રાખવામાં આવી હતી.If it was Bom or Del I would've definitely cancelled this cab but because it's Shimla and transportation isn't easy to find I have not been able to cancel this ride. @makemytrip you're a utter disappointment. No one should use this service for the sheer fact they have no regards.
— Aahana Kumra (@AahanaKumra) March 24, 2019
કંપનીનો ઉલ્લેખ કરીને તેણે આ સફરને નિરાશાજનક ગણાવી હતી. આ ટ્રિપ અહાના માટે નિશ્ચિત રીતે ભયાનક રહી હશે પરંતુ તે કોઈપણ ભોગે સુરક્ષિત રીતે અમૃતસર પહોંચી હતી. જેની જાણકારી તેણે ટ્વિટ કરીને જ આપી હતી. આ સાથે જ તેણે કેબ કંપનીનો બોયકોટ કરવાની પણ અપીલ કરી હતી.Just reached Amritsar safely. The driver was extremely overworked and sleepy but I'm only too grateful to everyone who has been in constant touch with me throughout my journey. It's been very scary for the first time and I really never wish to repeat this mistake ever again. 🙏🌸
— Aahana Kumra (@AahanaKumra) March 24, 2019
I urge urge everyone to boycott @makemytrip . For a girl to be travelling through this company by cab or any other mode of transportation is extremely unsafe. The driver is a liar and not someone you can trust. All I want to do is reach my destination safely. Please help!!!!
— Aahana Kumra (@AahanaKumra) March 24, 2019