મુંબઇ: બોલિવૂડ એક્ટર આયુષ્યમાન ખુરાનાના કેરિયર માટે આ વર્ષે ભગવાને આપેલા આશીર્વાદથી કઇ કમ નથી. 2012માં પોતાના કેરિયરની શરૂઆત કરનાર ખુરાનાએ સતત પોતાની એક્ટિંગથી દર્શકોને પ્રભાવિત કર્યા છે. ખુરાના સતત ચાર હિટ ફિલ્મો આપીને નવો સુપર સ્ટાર બની ગયો છે. આયુષ્યમાન ખુરાનાએ સાબિત કરી દીધું છે કે ફિલ્મોની વાર્તા સારી હોય તો દર્શકો સિનેમાઘરો સુધી ખેંચાઈ આવે છે.
2/6
આ પહેલા આયુષ્માન ખુરાની આ વર્ષે ફિલ્મ ‘અંધાધુ’ રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં રાધિકા આપ્ટે અને તબ્બૂ પણ મુખ્ય ભૂમિકામાં નજર આવ્યા હતા. બોક્સ ઓફિસ પર આ ફિલ્મ 91.02 કરોડની કમાણી કરી હતી જ્યારે વર્લ્ડવાઈડ કલેક્શન સાથે 102.38 કરોડની કમાણી કરી હતી.
3/6
આ ફિલ્મ અત્યાર સુધી ભારતમાં 163.97 કરોડ અને વિશ્વભરમાં 208.99 કરોડ કમાણી કરી લીધી છે. આ ફિલ્મે ગ્લોબલ માર્કેટમાં આમિર ખાનની ફિલ્મ ઠગ્સ ઓફ હિંદુસ્તાન ને પણ પાછળ છોડી દીધી છે.
4/6
હાલમાંજ રિલીઝ થેયલી ફિલ્મ ‘બધાઈ હો’ 100 કરોડની ક્લબમાં સામેલ થઈ ગઈ છે. ઓક્ટોબરે રિલીઝ થયેલી આ ફિલ્મે બોક્સ ઓફીસ પર ધમાલ મચાવી દીધો છે.
5/6
6/6
‘વિક્કી ડોનર’થી ફિલ્મી કેરિયરની શરૂઆત કરનાર એક્ટર આયુષ્માન ખુરાનાએ એકવાર ફરી બોક્સ ઓફિસ પર સારી છાપ છોડવા સફળ રહ્યો છે. આયુષ્યમાન ખુરાનાએ એક પછી એક એમ 4 ફિલ્મો હિટ આપી છે, જેમાં બરેલી કી બર્ફી, શુભ મંગલ સાવધાન, અંધાધુન અને બધાઈ હો છે. ઓછા બજેટમાં બનેલી આ ફિલ્મએ મોટી ફિલ્મોને ધૂળ ચટાડી દીધી છે. આ ફિલ્મો બોક્સ ઓફિસ પર સફળ સાબિત થઇ છે.