શોધખોળ કરો
Advertisement
રિલીઝ થતા જ આયુષ્માન ખુરાનાની ફિલ્મ 'શુભ મંગલ જ્યાદા સાવધાન'ને લાગ્યો ફટકો, આ દેશમાં કરાઈ બેન
આયુષ્માન ખુરાનાની મલ્ટી સ્ટાર ફિલ્મ શુભ મંગલ જ્યાદા સાવધાન આજે થિયેટરમાં રિલીઝ થઈ છે. ફિલ્મ રિલીઝ થતાં જ મોટો ફટકો લાગ્યો છે.
મુંબઈ: આયુષ્માન ખુરાનાની મલ્ટી સ્ટાર ફિલ્મ શુભ મંગલ જ્યાદા સાવધાન આજે થિયેટરમાં રિલીઝ થઈ છે. ફિલ્મ રિલીઝ થતાં જ મોટો ફટકો લાગ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર દુબઈ અને મિડલ ઈસ્ટ દેશોમાં ફિલ્મની રિલીઝ પર પ્રતિબંધ લગાવવમાં આવ્યો છે.
આ ફિલ્મ સમલૈંગિક્તા પર આધારિત છે. આ ફિલ્મમાં આયુષ્માન એક ગે છોકરાની ભૂમિકામાં છે જેને એક યુવક સાથે પ્રેમ થઈ જાય છે અને તેની સાથે તે લગ્ન કરવા માંગે છે. ફિલ્મની થીમ હોમોસેક્સ્યુઅલ પર હોવાથી આ ફિલ્મને દુબઇ અને યુએઈમાં બેન કરી દેવામાં આવી છે.
રિપોર્ટ્સ મુજબ મેકર્સે ફિલ્મમાં આયુષ્માન અને જિતેન્દ્રના કિસિંગ સીને હટાવવાની પણ વાત કરી હતી પંરતુ તેમણે સાફ કર્યું કે મુશ્કેલી ફિલ્મના કિસિંગ સીનથી નથી પરંતુ ફિલ્મની થીમના કારણે છે. ઉલ્લેખનીય છે કે મીડલ ઈસ્ટમાં સમલૈંગિક વિષયો પર બનેલી ફિલ્મો પર પ્રતિબંધ છે. આજ કારણે શુભ મંગલ જ્યાદા સાવધાનને ત્યાં રિલીઝ નહી થઈ શકે.
શુભ મંગલ જ્યાદા સાવધાન ફિલ્મને હિતેશ કેવલ્યએ ડિરેક્ટ કરી છે. ફિલ્મમાં આયુષ્માન ખુરાના, જીતેન્દ્ર કુમાર, નીના ગુપ્તા, ગજરાજ રાવ, માનવી ગગરૂ વગેરે સામેલ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement