શોધખોળ કરો
જાણીતા ટીવી સ્ટાર ગુરમીત ચૌધરી અને તેમના પત્ની કોરોના પોઝિટિવ
આ પહેલા બિગ બોસ 13ના જાણીતા કન્ટેસ્ટેન્ટ હિમાંશી ખુરાના પણ કોરોના વાયરસની ઝપેટમાં આવી ગઈ છે અને તે ચંદીગઢની હોસ્પિટલમાં દાખલ છે.
મુંબઈ: જાણીતા ટીવી સ્ટાર ગુરમીત ચૌધરી (Gurmeet Choudhary) અને તેમના પત્ની કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. એક્ટર ગુરમીત ચૌધરી અને તેમના પત્ની કોરોના પોઝિટિવ હોવાની જાણકારી સોશિયલ મીડિયા પર આપવામાં આવી છે.
ગુરમીતે પોતાના સોશિયલ મીડિયા પર લખ્યું કે, “હું અમે મારી પત્ની કોરોના પોઝિટિવ છે. ભગવાનની કૃપાથી અમે સ્વસ્થ છે. અમે હાલમાં હોમ આઈસોલેશનમાં છે. છેલ્લા કેટલાક દિવસોમાં જે પણ મારા સંપર્કમાં આવ્યા તે તમામને વિનંતી છે કે, તેઓ પોતાનો કોરોના ટેસ્ટ કરાવે. ”
આ પહેલા બિગ બોસ 13ના જાણીતા કન્ટેસ્ટેન્ટ હિમાંશી ખુરાના પણ કોરોના વાયરસની ઝપેટમાં આવી ગઈ છે અને તે ચંદીગઢની હોસ્પિટલમાં દાખલ છે. આ વાતની જાણકારી ખુદ હિંમાશીએ પોતાના સોશિયલ મીડિયા પર આપી હતી. હિંમાશી છેલ્લા કેટલાક દિવસથી કોરોનાના કારણે પોતાના ઘરે જ ડૉક્ટર્સની દેખરેખમાં હતી, મીડિયા રિપોર્ટ્સ અનુસાર બુધવારે તેમની તબિયત વધારે ખરાબ થતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.View this post on Instagram
હિમાંશી ખુરાના, ગુરમીત ચૌધરી (Gurmeet Choudhary) અને તેમના પત્ની સિવાય ટીવીના લોકપ્રિય શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં રીતા રિપોર્ટરની ભૂમિકા ભજવનાર એક્ટ્રેસ પ્રિયા આહુજા રાજદાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમણે પણ સોશિયલ મીડિયા પર જાણકારી આપી હતી.View this post on Instagram
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
દેશ
બિઝનેસ
Advertisement