શોધખોળ કરો
Advertisement
બોલિવૂડના કયા ફેમસ હીરોએ મલાઈકા અરોરાને જાહેરમાં ‘બહેનજી’ કહી દીધી પછી શું થયું? જાણીને ચોંકી જશો
હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વીડિયોમાં શોનો હોસ્ટ કરન વાહી જજ મલાઈકાને બહનજી કહેતો જોવા મળ્યો હતો. જોકે આ સાંભળીને મલાઈકા ચોંકી ગઈ હતી.
મુંબઈ: હોટ અભિનેત્રી મલાઈકા અરોરા હાલમાં ‘ડાન્સ ઈન્ડિયા ડાન્સ’ શોમાં જજ તરીકે જોવા મળી રહી છે. આમ તો કરિના આ શોની જજ છે પણ તેની ગેરહાજરીમાં મલાઈકા અરોરાએ શોમાં તેની જગ્યા લીધી છે.
સ્મોલ સ્ક્રિન પર પોપ્યુલર શો ‘ડાન્સ ઈન્ડિયા ડાન્સ’માં હટકે ડાન્સને કારણે ચર્ચામાં તો રહે જ છે. આ સાથે જ શો પર થનારી મસ્તી પણ ચર્ચામાં રહેતી હોય છે. હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વીડિયોમાં શોનો હોસ્ટ કરન વાહી જજ મલાઈકાને બહનજી કહેતો જોવા મળ્યો હતો. જોકે આ સાંભળીને મલાઈકા ચોંકી ગઈ હતી.
મલાઈકા અરોરાને કોઈ ‘બહેનજી’ કેવી રીતે કહી શકે....ખરેખરમાં આ શો પર મલાઈકાને કહે છે કે, તે તેને કંઈક આપવા ઈચ્છે છે. કરન મલાઈકાથી પરવાનગી માંગે છે, શું તે નજીક આવીને તેને તે વસ્તુ આપી શકે છે?
જેમ મલાઈકા હા કહે છે તે તરત જ તેની નજીક પહોંચી જાય છે અને તેનાં હાથ પર એક કિસ કરી હાથ નીચે મુકી દે છે. આમ કરતાં કહે છે, ‘મના મત કરના બહેનજી’ કરનનાં મોઢે બહેનજી સાંભળીને મલાઈકા સમજી શકતી નથી કે તેને શું જવાબ આપે. તે ચોંકી જાય છે. મલાઈકાને આમ જોઈને તે સમજાવે છે કે, જેમ લગ્નમાં આંટીઓ શગુન આપીને કહે છે ને કે, 'ના ન પાડતા..', 'રાખી લો.. શગુન છે' તેમ હું તમને કહી રહ્યો છું. તે બાદ કરન કહે છે કે, આ કિસ સૈફની બેગમ એટલે કે કરિના સુધી પહોંચતી કરી દેજો. હવે કરને ગિફ્ટ તો મલાઇકા માટે કહી હતી પણ તેણે અંતે તે કરિનાને મોકલી દીધી. એટલે કે મલાઇકાને કોઇ ગિફ્ટ તો ન મળી પણ સાથે જ 'બહેનજી' સાંભળવાં મળ્યું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દેશ
દેશ
Advertisement