શોધખોળ કરો
Advertisement
સલમાન ખાન સાથે ફિલ્મ 'રેડી' માં કામ કરી ચૂકેલા ‘છોટે અમર ચૌધરી’નું નિધન
મોહિત કેન્સર જેવી ઘાતક બીમારી સામે લડી રહ્યો હતો અને તેનું 27 વર્ષની વયે નિધન થયું છે.
મથુરા: મુંબઈમાં પોતાની પ્રતિભાથી ધમાલ મચાવનાર અને પોતાની એક અલગ ઓળખ બનાવનાર હાસ્ય કલાકાર મોહિત બઘેલનું 27 વર્ષની વયે નિધન થયું છે. મોહિત કેન્સર જેવી ઘાતક બીમારી સામે લડી રહ્યો હતો અને લોકાડાઉન દરમિયાન તેને પોતાના જ શહેરમાં સારવાર મળી નહોતી. મોહિતના નિધનની જાણકારી ફિલ્મ નિર્માતા નિર્દેશનક રાજ શાંડિલ્યએ ટ્ટીટ કરીને આપી હતી.
સલમાન ખાન સાથે ફિલ્મ ‘રેડી’માં કામ કરી ચૂકેલા મોહિત બઘેલનું અચાનક મોત થતાં પરિવાર, મિત્રો તથા ફિલ્મ જગતના શોકની લાગણી પ્રસરી જવા પામી છે. અહેવાલ પ્રમાણે મોહિત છેલ્લા કેટલાક સમયથી કેન્સર સામે લડી રહ્યો હતો અને અને નોઈડામાં તેની સારવાર ચાલી રહી હતી. મોહિત હાલમાં તેમના ઘેર મથુરામાં હતો.
મોહિત છેલ્લીવાર 2019માં રિલીઝ થયેલી પરિણીત ચોપડા અને સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે ફિલ્મ જબરિયા જોડીમાં નજર આવ્યો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દુનિયા
દેશ
આરોગ્ય
Advertisement