અભિનેતાએ એમ પણ કગ્યું કે, તે હાલ નવા પ્રેમમાં છે અને આ તબક્કાનો આનંદ માણી રહ્યો છે. તે હંમેશા ઘણી ઉત્તેજના સાથે આવે છે, તે નવી વ્યક્તિ છે, તે નવા ધબકારા સાથે આવે છે અને જૂની યુક્તિઓ ફરીથી નવી યુક્તિઓ બની જાય છે. આજે હું વધારે સંતુલિત છું, કારણકે સંબંધનું વધુ મૂલ્ય, દુઃખની કદર કરી શકું છું.
2/7
મુંબઈઃ તાજેતરમાં જ ‘સંજુ’નું ટ્રેલર રિલીઝ થયું છે. ફિલ્મમાં રણબૂર કપૂરના કામની દરેક પ્રશંસા કરી રહ્યા છે. ફિલ્મના ટ્રેલરને 1 કરોડથી વધારે વ્યૂઝ મળ્યા છે. ફિલ્મના આ ટ્રેલરની સાથે આલિયા અને તેના અફેરની ખબર જોર પકડી રહી છે.
3/7
રણબીરને પૂછવામાં આવ્યું હતું કે, શું ખરેખર આલિયાને ડેટ કરે છે ? તેના પર રણબીરે કહ્યું, હાં આ કંઈ નવું નથી. હાલ તેના પર વાત કરવી ઉતાવળભર્યું કહેવાશે. એક કલાકાર તરીકે, એક વ્યક્તિ તરીકે આલિયા હવે ખીલી રહી છે.જ્યારે હું તેનું કામ જોઉં છું, તેને એક્ટિંગ કરતો જોઉઁ છું પરંતુ જિંદગીમાં પણ તે જે કંઈ આપે છે હું તેને સ્વીકારવા ઈચ્છું છું.
4/7
આલિયા અને રણબીર પ્રથમ વખત ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં સાથે જોવા મળશે.
5/7
રણબીરે આલિયા સાથે સંબંધને લઈ પ્રથમ વખત સ્પષ્ટતા કરી છે. આ પહેલા એક ઈન્ટરવ્યૂમાં રણબીરે આલિયા સાથે રિલેશનને લઈ કહ્યું હતું કે, હાં એક છોકરા તરીકે મને તેના પર ક્રશ છે.
6/7
રણબીરે કહ્યું કે, ઈન્ડસ્ટ્રીમાં 10 વર્ષ વીતાવવા દરમિયાન આશરે 14 ફિલ્મોમાં કામ કર્યા બાદ તેનું કરિયર એટલું સફળ રહ્યું નથી. જે બાદ તેણે આલિયા ભટ્ટ સાથે સંબંધને લઈ દિલ ખોલી વાત કરી હતી.
7/7
રણબીરે જીક્યૂ મેગેઝિનને આપેલા ઈન્ટરવ્યૂમાં આલિયા સાથે તેના સંબંધને લઈ સત્ય જણાવ્યું. આ દરમિયાન તેણે કરિયર અને પર્સનલ લાઇફને લઈ અનેક ખુલાસા કર્યા.