હૉસ્પીટલમાં તરફડીયા મારતાં દર્દીને જોઇ કયા ક્રિકેટરે લોકો પાસે માંગ્યુ રેમડેસિવિર ઇન્જેક્શન, કોણે ગણતરીની મિનીટોમાં મોકલાવ્યુ ઇન્જેક્શન
સામાન્ય લોકોની સાથે સાથે સ્ટાર્સ પણ આ પરેશાનીઓ સામે ઝઝૂમી રહ્યાં છે. આવામાં ભારતના સ્ટાર ક્રિકેટર હરભજન સિંહે (Harbhajan Singh) ટ્વીટર પર મદદ માંગી અને તેને બૉલીવુડ સ્ટાર સોનુ સૂદે (Actor Sonu Sood) પુરી કરી હતી.
નવી દિલ્હીઃ દેશભરમાં કોરોનાના (CoronaVirus) કેસો સતત ઝડપથી વધી રહ્યાં છે. સરકારે બગડતી સ્થિતિને (Covid-19) જોઇને કેટલાય કડક પગલા ભર્યા છે. આવામાં લોકોની સામે કેટલીય જરૂરી સામાનની કમી દેખાઇ રહી છે. આમાં કેટલીય જરૂરી દવાઓ પણ સામેલ છે. સામાન્ય લોકોની સાથે સાથે સ્ટાર્સ પણ આ પરેશાનીઓ સામે ઝઝૂમી રહ્યાં છે. આવામાં ભારતના સ્ટાર ક્રિકેટર હરભજન સિંહે (Harbhajan Singh) ટ્વીટર પર મદદ માંગી અને તેને બૉલીવુડ સ્ટાર સોનુ સૂદે (Actor Sonu Sood) પુરી કરી હતી.
ખરેખરમાં, બૉલીવુડ એક્ટર સોનુ સૂદ ((Actor Sonu Sood) ) સતત લોકોની મદદ કરી રહ્યાં છે. ક્રિકેટર હરભજન સિંહે (Harbhajan Singh) પણ ટ્વીટર પર મદદ માંગી હતી, તેને આ મદદ કર્ણાટકામાં એક દર્દી માટે માંગી હતી, કેમકે દર્દીની હાલત ગંભીર હતી, અને તેને કોઇપણ સ્થિતિમાં રેમડેસિવિર ઇન્જેક્શન (Remdesivir Injection) જોઇતુ હતુ. હરભજને લખ્યું- 1 રેમડેસિવિર ઇન્જેક્શનની જરૂર છે, હૉસ્પીટલનુ નામ બપસ્પા છે, અને કર્ણાટકામાં સ્થિત છે.
બસ, થોડીક મિનીટોમાં હરભજન સિંહનુ આ ટ્વીટ ટ્રેન્ડ થવા લાગ્યુ હતુ, આ પછી કેટલાય લોકોએ કહ્યું હતુ કે તે ઇન્જેક્શનની વ્યવસ્થા કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. જોકે કેટલાય લોકો આ ઉપલબ્ધ ના થવાની આશંકા દર્શાવી હતી, પરંતુ સોનુ સૂદે હરભજન સિંહના ટ્વીટ પર પ્રતિક્રિયા આપતા લખ્યું- ભાજી.... ડિલીવર થઇ જશે......
સોનુ સૂદની આ મદદ માટે હરભજન સિંહે તેનો આભાર માન્યો હતો, હરભજને લખ્યું- આભાર ભાઇ... ઇશ્વરના આશીર્વાદ તમારા પર રહે.... સોનુ સૂદ સતત લોકો માટે ઓક્સિજન બેડ અને રેમડેસિવિર ઇન્જેક્શન ઉપલબ્ધ કરાવી રહ્યો છે.
જોકે, ઘણીવાર તે કહે છે કે કેટલાય પ્રયાસો થવા છતાં તે ઘણી જગ્યાએ મદદ નથી કરી શક્યો. કેમકે દેશની સ્વાસ્થ્ય વ્યવસ્થા જ પડી ભાંગી છે, પરંતુ લોકો સોનુ સૂદની મદદ માટે આભાર વ્યક્ત કરી રહ્યાં છે.