'Laung Laachi'નુ ભોજપુરી વર્ઝન સાંભળીને ઝૂમી ઉઠશો તમે, વાયરલ થયુ Akshara Singhનુ રૉમેન્ટિક ગીત
અક્ષરા સિંહના આ ગીત પર ફેન્સ ફિદા થયા છે. માત્ર બે મહિનામાં આ ગીતે 10 મિલિયનનો આંકડો પાર કરી દીધો છે. 290K થી વધુ લોકો આ ગીતને લાઇક કરી ચૂક્યા છે.
Akshara Singh Laung Laachi Bhojpuri Song: ભોજપુરી સ્ટાર અક્ષરા સિંહ (Akshara Singh) પોતાના દમદાર અભિનય માટે જાણીતી છે. અક્ષરા સિંહે માત્ર ભોજપુરી સિનેમામાં જ નહીં પરંતુ નાના પડદા પર પણ ધમાલ મચાવી છે. અક્ષરા લાખો દર્શકોના દિલમાં રાજ કરી રહી છે. હવે તેનો નવા મ્યૂઝીક વીડિયોનુ એક સૉન્ગ ઇન્ટરનેટ પર ધમાલ મચાવી રહ્યું છે. એક્ટ્રેસની સાદગી પર ફેન્સ દિવાના થઇ ગયા છે.
હાલમાં એક્ટ્રેસના સોશ્યલ મીડિયા પર નાની નાની ક્લિપ્સ ખુબ વાયરલ થઇ રહી છે, જેમાની એક ક્લિપ્સ છે લૉન્ગ લાચી (Laung Laachi), લૉન્ગ લાચીનુ ભોજપુરી વર્ઝન ખુબ વાયરલ થઇ રહ્યું છે.
અક્ષરા સિંહના આ ગીત પર ફેન્સ ફિદા થયા છે. માત્ર બે મહિનામાં આ ગીતે 10 મિલિયનનો આંકડો પાર કરી દીધો છે. 290K થી વધુ લોકો આ ગીતને લાઇક કરી ચૂક્યા છે. ટી સીરીઝ પર રિલીઝ થયેલા આ ગીતની ધૂમ હાલમાં દરેક જગ્યાએ સંભળાઇ રહી છે.
આ ગીતમાં અક્ષરા સિંહે તાબડતોડ ડાન્સ કર્યો છે. સાથે જ વિનય વિનાયકે આ ગીતને મ્યૂઝિક આપ્યુ છે. સોશ્યલ મીડિયા પર અક્ષરા સિંહનો સાદો લૂક ખુબ હૉટ લાગી રહ્યો છે. તેની કજરારી આંખો અને મદમસ્ત અદા ફેન્સને ખુબ પસંદ આવી રહી છે.
આ પણ વાંચો.....
India Corona Cases Today: કોરોના કેસમાં આવ્યો મોટો ઉછાળો, જાણો આજે શું છે સ્થિતિ
Hair Tips: ઘર પર આ રીતે કરો કેરેટીન ટ્રીટમેન્ટ, મળશે પાર્લર જેવું જ રિઝલ્ટ
Alert:મોમોજ ખાવાથી એક વ્યક્તિનું થયું મોત, જાણો AIIMSએ શું આપી ચેતાવણી
વર્ષ 2022નો પ્રથમ સ્ટ્રોબેરી સુપરમૂન આકાશમાં જોવા મળ્યો, જાણો શું છે આ ગુલાબી ચંદ્ર....
PM Kusum Yojana: ખેતરોમાં સોલર પંપ લગાવવા માટે 90% સબસિડીની ઓફર, જાણો કોણ અરજી કરી શકે છે