Actress Death: પતિ મુંબઇ ગયો, ઘરમાં લટકતો મળ્યો ભોજપુરી ફિલ્મ એક્ટ્રેસનો મૃતદેહ, મરતા પહેલા વૉટ્સએપમાં લગાવ્યું'તું આવું સ્ટેટસ
જોગસર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આદમપુર જહાઝ ઘાટ સ્થિત દિવ્યધર્મ એપાર્ટમેન્ટમાં શનિવારે સાંજે એક્ટ્રેસ અન્નપૂર્ણા ઉર્ફે અમૃતા પાંડેનું શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુ થયું હતું
Amrita Pandey Death: ભોજપુરી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. ખબર છે કે પ્રખ્યાત ભોજપુરી અભિનેત્રીનું નિધન થયું છે. અભિનેત્રીના મૃત્યુથી ભોજપુરી સ્ટાર અને તેના ચાહકો માટે ભારે આઘાત લાગ્યો છે. ભાગલપુરમાં અન્નપૂર્ણા ઉર્ફે અમૃતા પાંડેનો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો છે. તેના મૃત્યુ પહેલા અભિનેત્રીએ તેના વૉટ્સએપ સ્ટેટસ પર કંઈક પોસ્ટ કર્યું હતું જે હવે લોકોમાં ચર્ચામાં છે. આટલું જ નહીં આ વૉટ્સએપ સ્ટેટસે ધૂમ મચાવી છે, જેને જોઈને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો. ચોંકાવનારી વાત એ છે કે અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર પોતાનું સ્ટેટસ પોસ્ટ કર્યાના થોડા સમય બાદ જ તેનો મૃતદેહ ઘરમાંથી લટકતી હાલતમાં આવ્યો હતો.
ભોજપુરી અભિનેત્રી અમૃતા પાન્ડેનું નિધન
જોગસર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આદમપુર જહાઝ ઘાટ સ્થિત દિવ્યધર્મ એપાર્ટમેન્ટમાં શનિવારે સાંજે એક્ટ્રેસ અન્નપૂર્ણા ઉર્ફે અમૃતા પાંડેનું શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુ થયું હતું. ઘટનાની જાણ થતા જોગસર પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. પોલીસે ઘટનાની એફએસએલ દ્વારા તપાસ હાથ ધરી હતી. તમને જણાવી દઈએ કે અભિનેત્રીએ જે સાડી વડે ગળાફાંસો ખાધો હતો, તે સાડીની ફાંસી, મોબાઈલ અને અન્ય સામગ્રી જપ્ત કરવામાં આવી છે. પરિવારના સભ્યો અનુસાર, ભોજપુરી અભિનેત્રી અમૃતા પાંડેએ ઘણી હિન્દી ફિલ્મો અને સિરિયલો, વેબ સિરીઝ અને જાહેરાતોમાં કામ કર્યું છે.
અમૃતા પાન્ડેના સ્ટેટસે સૌનું ધ્યાન ખેંચ્યુ
ભોજપુરી અભિનેત્રી વિશે આશ્ચર્યજનક વાત એ છે કે તેના મૃત્યુ પહેલા, ભોજપુરી અભિનેત્રી અમૃતા પાંડેએ તેના વૉટ્સએપ સ્ટેટસ પર લખ્યું હતું, 'તેમનું જીવન બે નાવ પર સવાર છે, અમે અમારી નાવ ડુબાડીને તેનો રસ્તો સરળ બનાવ્યો છે.' માહિતી માટે તમને જણાવી દઈએ કે જોગસર પોલીસના જણાવ્યા અનુસાર, તેમને સાંજે માહિતી મળી હતી કે એપાર્ટમેન્ટમાં એક મહિલાએ આત્મહત્યા કરી લીધી છે. માહિતી મળતા જ એસએચઓ કૃષ્ણ નંદન કુમાર સિંહ, એસઆઈ રાજીવ રંજન અને શક્તિ પાસવાન ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ફ્લેટ પર પહોંચ્યા તો અમૃતાનું શરીર પલંગ પર પડેલું હતું.
અમૃતા પાન્ડે આપઘાત કેસ
જ્યારે પોલીસને આ મામલાની માહિતી મળી તો પરિવારજનોએ જણાવ્યું કે લગભગ 3.30 વાગ્યે તેની બહેન અમૃતાના રૂમમાં ગઈ હતી. ત્યાં તેનો મૃતદેહ ગળાફાંસો ખાદેલી હાલમાં લટકતો હતો. પરિવારના સભ્યોએ તરત જ છરી વડે તેની ગળાફાંસો કાપીને તેને સ્થાનિક ખાનગી હૉસ્પીટલમાં લઈ ગયા, પરંતુ ત્યાં તેને મૃત જાહેર કરવામાં આવી, આ જોઈને તેઓ તેને ફ્લેટમાં પાછા લઈ આવ્યા. પરિવારજનોએ જણાવ્યું કે થોડા દિવસો પહેલા ઘરમાં અમૃતાની બહેન વીણાના લગ્ન હતા. શુક્રવારે રાત્રે તેઓએ ખૂબ જ મસ્તી કરી હતી. અચાનક ફરી શું થયું? કોઈ સમજી શકતુ નથી. તેઓએ જણાવ્યું કે અમૃતાના લગ્ન 2022માં છત્તીસગઢના બિલાસપુરના રહેવાસી ચંદ્રમણી ઝાંગડ સાથે થયા હતા. તે મુંબઈમાં એનિમેશન એન્જિનિયર છે. તેમને હાલમાં કોઇ સંતાન નથી.
ડિપ્રેશનમાં હતી અમૃતા પાન્ડે
તેની બહેનના કહેવા પ્રમાણે, અમૃતા તેના કેરિયરને લઈને ખૂબ જ ચિંતિત હતી. તે ખૂબ જ હતાશ હતી. આ કારણોસર તેણીની સારવાર પણ ચાલી રહી હતી. પરિવારના સભ્યોના જણાવ્યા અનુસાર, ભોજપુરી ફિલ્મો સિવાય અમૃતાએ કેટલીક વેબ સિરીઝમાં પણ મુખ્ય ભૂમિકા ભજવી હતી. તેણે ઘણી સિરિયલો અને અન્ય ફિલ્મોમાં પણ કામ કર્યું હતું. હાલમાં જ અમૃતાની હૉરર વેબ સિરીઝ 'પ્રતિશોધ'નો પહેલો ભાગ રિલીઝ થયો હતો. આને લઈને તે ઘણી ચર્ચામાં પણ રહી હતી. પોલીસ સ્ટેશનના અધિકારીએ કહ્યું કે દરેક તબક્કે આ મામલે તપાસ કરવામાં આવશે.