એમી જેક્સન અભિનેતા અક્ષય કુમાર સાથે ફિલ્મ સિંહ ઇઝ બ્લિંગમાં જોવા મળી હતી. આ ફિલ્મમાં બંનેની જોડી દર્શકોને ઘણી પસંદ પડી હતી. જે બાદ એમી જેક્સન અક્ષયકુમાર અને રજનીકાંત સાથે 2.0માં પણ જોવા મળી હતી.
2/4
એમી જેક્સન અનેકવાર તેનો બેબી બંપ ફ્લોન્ટ કરતી નજરે પડી છે. તાજેતરમાં જ તે બેબી બંપ સાથે જિમમાં કસરત કરતી જોવા મળી હતી. આ પહેલા તે બોય ફ્રેન્ડ સાથે પોઝ આપીને બેબી બંપ ફ્લોંટ કરતી નજરે પડી હતી.
3/4
એમીએ તાજેતરમાં જે તસવીર શેર કરી છે તેમાં તે બેબી બંપ ફ્લોંટ કરતી જોવા મળી રહી છે. આ તસવીર જોઈને અંદાજ લગાવી શકાય છે કે તે બેબી બંપ જોઈને કેટલી ખુશ છે. તેણે તસવીર શેર કરીને લખ્યું કે બંપ સ્પેમ શરૂ થઈ ગયું છે.
4/4
મુંબઈઃ બોલીવુડ એક્ટ્રેસ એમી જેક્સન ટૂંક સમયમાં જ માતા બનવાની છે. આ વાતની જાણકારી તેણે સોશિયલ મીડિયા દ્વારા ફેન્સ સાથે શેર કરી હતી. હવે તેણે બેબી બંપની તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી છે.