કોરોના થયા બાદ ગભરાયેલી એક્ટ્રેસ આખી રાત ના સુઇ શકી, બોલી- સહન કરવુ બહુ અઘરુ છે.....
એક્ટ્રેસે મંગળવારે પોતાના (Bhumi Pednekar Instagram) ઇન્સ્ટાગ્રામ પર દ્વારા એક ખાસ મેસેજ મોકલ્યો હતો.અભિનેત્રીએ તમામને મહામારીની (Covid-19 amid) બીજી લહેરની વચ્ચે બહાર ના નીકળવા માટે અનુરોધ કર્યો છે, અને ચેતાવણી આપતા કહ્યું કે કૉવિડને જીરવવો બહુ અઘરો છે, જેટલી કલ્પના કરી શકાય છે તેનાથી વધુ મુશ્કેલ છે.
નવી દિલ્હીઃ કૉવિડ-19 (Covid-19) સામે ઝઝૂમી રહેલી એક્ટ્રેસ ભૂમિ પેડનેકરે (Actress Bhumi Pednekar) દુઆ અને ચિંતા કરનારા પોતાના ફેન્સ અને ફોલોઅર્સનો આભાર માન્યો છે. એક્ટ્રેસે મંગળવારે પોતાના (Bhumi Pednekar Instagram) ઇન્સ્ટાગ્રામ પર દ્વારા એક ખાસ મેસેજ મોકલ્યો હતો.અભિનેત્રીએ તમામને મહામારીની (Covid-19 amid) બીજી લહેરની વચ્ચે બહાર ના નીકળવા માટે અનુરોધ કર્યો છે, અને ચેતાવણી આપતા કહ્યું કે કૉવિડને જીરવવો બહુ અઘરો છે, જેટલી કલ્પના કરી શકાય છે તેનાથી વધુ મુશ્કેલ છે.
ભૂમિ પેડનેકરે ઇન્સ્ટાગ્રામ (Bhumi Pednekar) સ્ટૉરી પર લખ્યું- બધાને નસ્કાર... હુ તમારા બધા દ્વારા મળી રહેલા પ્રેમથી બહુ જ અભિભૂત છું. મારા માટે દુઆ કરવા માટે ધન્યવાદ. ક્ષમા કરો, મને તમારા મેસેજ, કૉલ કે ડીએમએસ પર જવાબ આપવાનો મોકો નથી મળ્યો. મે કાલે આખી રાત અને દિવસ સુવા અને કૉવિડ સામે લડવામાં (battling Covid-19) વિતાવ્યો. બસ એટલુ જ કહેવા માગીશ કે જો તમે બિમાર ના થવા માંગતા હોય તો ઘરમાં રહો, અને બહાર પગ ના મુકતા. જો ખરેખરમાં બહાર જવુ બહુ જરૂર હોય તો પ્રૉટોકૉલનુ પાલન કરો.
ભૂમિ પેડનેકરે સોમવારે ઇન્ટાગ્રામ પર સૂચિત કર્યુ હતુ કે તે કૉવિડ-19ની ટેસ્ટમાં પૉઝિટીવ નીકળી છે, અને ઘરમાં જ ક્વૉરન્ટાઇન છે.
તેને લખ્યું હતુ- આજે મને કૉવિડના સામાન્ય લક્ષણો છે. પરંતુ હું બરાબર અનુભવી રહી છું, અને ખુદને અલગ થલગ કરી રહી છું. હું પોતાના ડૉક્ટર અને મેડિકલ ટીમ દ્વારા બતાવવામાં આવેલા પ્રૉટેકોલનુ પાલન કરી રહી છું. જો તમે હમણાં મારા સંપર્કમાં આવ્યા છો, તો કૃપા કરીને તાત્કાલિક પોતાની તપાસ કરાવી લો. એક્ટ્રેસ ભૂમિ પેડનેકરે સોમવારે ઇન્ટાગ્રામ પર સૂચિત કર્યુ હતુ કે તે કૉવિડ-19ની ટેસ્ટમાં પૉઝિટીવ નીકળી છે, અને ઘરમાં જ ક્વૉરન્ટાઇન છે. ઉલ્લેખનીય છે કે કોરોનાની બીજી લહેરમાં એક પછી એક બૉલીવુડ સ્ટાર્સ કૉવિડની ઝપેટમાં આવી રહ્યાં છે.