શોધખોળ કરો
Advertisement
એમી જેક્સન બાદ વધુ એક હોટ એક્ટ્રેસ લગ્ન વગર જ બનશે માતા, બેબી બંપ સાથે શેર કરી તસવીર
બ્રૂનાને હાલમાં પાંચમો મહિનો જાય છે. તેણે કહ્યું હતું કે તેમનું બાળક સ્વસ્થ છે. પરિવાર આ વાતથી ઘણો જ ખુશ છે.
મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રેસ એમી જેક્સન બાદ હવે બ્રૂના અબ્દુલ્હા લગ્ન પહેલાં માતા બનવાની છે. બ્રૂના બ્રાઝિલિયન મોડલ છે અને તેણે અનેક હિંદી ફિલ્મ્સમાં કામ કર્યું છે. બ્રૂનાએ ગયા વર્ષે જુલાઈમાં બ્રિટિશ બોયફ્રેન્ડ એલાન ફ્રેઝર સાથે સગાઈ કરી હતી. એક ઈન્ટરવ્યૂમાં બ્રૂનાએ પ્રેગ્નન્સીનો ખુલાસો કર્યો હતો. બ્રૂનાએ મધર્સ ડેના એક દિવસ પહેલાં આ ગૂડ ન્યૂઝ શૅર કર્યાં હતાં.
ઈન્ટરવ્યૂ દરમિયાન બ્રૂનાને જ્યારે પૂછવામાં આવ્યું કે લગ્ન પહેલાં માતા બનવાની લાગણી કેવી હોય છે? જેના પર એક્ટ્રેસે જવાબ આપ્યો હતો કે લગ્ન માત્ર એક સર્ટિફિકેટ છે, જે તમારા પ્રેમને આપવામાં આવે છે. આ બે લોકોને એક સાથે રહેવા માટે મજબૂર કરે છે. કેટલાંક લોકો લગ્ન વગર જ સાથે રહે છે.
બ્રૂનાને હાલમાં પાંચમો મહિનો જાય છે. તેણે કહ્યું હતું કે તેમનું બાળક સ્વસ્થ છે. પરિવાર આ વાતથી ઘણો જ ખુશ છે. એલાન તથા તે પહેલાં બાળકની કાગડોળે રાહ જોઈ રહ્યાં છે. જ્યારે તેને ખબર પડી કે તે માતા બનવાની છે તો તેના હાથ પર અનેક પ્રોજેક્ટ્સ હતાં. પહેલાં તેણે તમામ કમિટમેન્ટ્સ પૂરા કર્યાં અને ત્યારબાદ પ્રેગ્નન્સીની જાહેરાત કરી. જેથી કોઈ એમ ના વિચારે કે તે આ હાલતમાં કેવી રીતે કામ કરશે. બાળકના જન્મ બાદ તે મોટાભાગનો સમય તેની સાથે જ પસાર કરવા માંગે છે.
બ્રૂનાએ 'આઈ હેટ લવ સ્ટોરી', 'ગ્રાન્ડ મસ્તી', 'મસ્તીઝાદે' તથા 'કેશ' જેવી ફિલ્મ્સમાં કામ કર્યું છે. આ સિવાય તેણે રિયાલિટી શો પણ કર્યાં છે. જેમાં 'ખતરો કે ખિલાડી', 'નચ બલિયે 6' તથા 'કોમેડી ક્લાસિસ'નો સમાવેશ થાય છે. ગયા વર્ષે આવેલી ફિલ્મ 'ઉડનછૂ'માં બ્રૂના જોવા મળી હતી.
View this post on Instagram
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion