શોધખોળ કરો
Advertisement
આ અભિનેત્રી પર દારૂડીયાઓએ કર્યો હુમલો, એક્ટ્રેસે ચપ્પલથી હુમલાખારોને ફટકાર્યા
મુંબઈઃ બોલિવૂડ અને ટીવી સ્ટારે હોળીની ધામધૂમથી ઉજવણી કરી. જોકે ટીવી સીરિયલ બડે અચ્છે લગતે હૈ અને ‘કબૂલ હૈ’ની એક્ટ્રેસ ચાહત ખન્ના માટે આ હોળી ખરાબ અનુભવ લઈને આવી. અહેવાલ અનુસાચર ચાહત ખન્ના પર કેટલાક દારૂડીયાઓએ હુમલો કર્યો છે.
ચાહત ખન્નાની ગાડી સાંજે સાત વાગ્યે મુંબઈના મલાડ સ્થિત વિસ્તારમાં હતી. તે સમયે દારૂ પીધેલી હાલતમાં 10-15 લોકો તેની કાર પાસે આવ્યા હતા અને હુમલો કર્યો હતો. આ શખ્સોએ તેની કારનો કાચ તોડી નાખ્યો સાથે જ ડ્રાઈવર સાથે મારપીટ પણ કરી.
ચાહતે મદદ મેળવવા માટે પોલીસનો ફોન કર્યો હતો. જો કે તેને તાત્કાલિક કોઈ મદદ મળી નહીં. જે બાદ ડ્રાઈવરને બચાવવા માટે એક્ટ્રેસ ગાડીમાંથી ઉતરી હતી અને ચપ્પલથી હુમલાખોરોની પીટાઈ કરી હતી.
ચાહત ખન્ના છેલ્લા કેટલાક સમયથી પર્સનલ લાઈફમાં મુશ્કેલીઓનો સામનો કરી રહી છે. ફેબ્રુઆરીમાં તેની માતા ઉષા ખન્નાનું નિધન થયું હતું. વર્ષ 2018માં ચાહત ખન્નાએ પતિ ફરહાન મિર્ઝા પાસેથી છુટાછેડા લીધા હતા. તેમણે ફરહાન પર શારિરીક અને માનસિક શોષણનો ગંભીર આરોપ લગાવ્યો હતો. ચાહત બે દીકરીઓની માતા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
બિઝનેસ
ગુજરાત
બિઝનેસ
Advertisement