શોધખોળ કરો
કરીના કપૂરે મેલબર્નમાં T20 વર્લ્ડ કપ ટ્રૉફીનું કર્યું અનાવરણ, તસવીરો આવી સામે
આઈસીસી મહિલા વર્લ્ડ ટી-20 ટૂર્નામેન્ટ આવતા વર્ષે ફેબ્રુઆરીમાં ઓસ્ટ્રેલિયામાં રમાવાની છે. જ્યારે આઈસીસી મેન્સ વર્લ્ડ ટી-20 ઓક્ટોબરમાં રમાશે.

નવી દિલ્હી: પુરુષ અને મહિલા ટી-20 વર્લ્ડકપ 2020માં ઓસ્ટ્રેલિયામાં યોજવાનો છે ત્યારે બૉલિવૂડ એક્ટ્રેસ કરીના કપૂરે મેલબોર્નમાં ટી-20 વર્લ્ડકપની ટ્રોફીનું અનાવરણ કરી દીધું છે. કરીનાએ શુક્રવારે બન્ને ટૂર્નામેન્ટની ટ્રૉફીનું અનાવરણ કર્યું હતું. જેની તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવી છે.
કરીનાએ કહ્યું, “આ પ્રતિષ્ઠિત ઇવેન્ટનો ભાગ બનીને સન્માનિત અનુભવી રહી છું. હું તે તમામ મહિલાઓને પ્રોત્સાહિત કરવા માંગું છું જે પોતાના સપનાને સાકાર કરવા માટે પોતાના દેશ માટે રમી રહી છે. એક આતંરરાષ્ટ્રીય મંચ પર તેઓને આગળ આવતા જોવું ખૂબજ સશક્તિકરણ છે. ”
તેમણે વધુમાં કહ્યું, “તેઓ તમામ માટે પ્રેરણાદાયક છે. મારા દિવંગત સસરા મહાન ક્રિકેટર્સમાંથી એક હતા જેમણે ભારતીય ક્રિકેટ ટીમ માટે ક્રિકેટ રમી. ટ્રૉફીનું અનાવરણ કરવું મારા માટે ગર્વની વાત છે.
આઈસીસી મહિલા વર્લ્ડ ટી-20 ટૂર્નામેન્ટ આવતા વર્ષે ફેબ્રુઆરીમાં ઓસ્ટ્રેલિયામાં રમાવાની છે. જ્યારે આઈસીસી મેન્સ વર્લ્ડ ટી-20 ઓક્ટોબરમાં રમાશે. (તસવીર-ઇન્સ્ટાગ્રામ)
વધુ વાંચો





















