Birthday Party: હૉટ એક્ટ્રેસની બર્થડે પાર્ટી, 50 વર્ષની ઉંમરે થાઇલેન્ડમાં ઉજવ્યો જન્મદિવસ, નિયૉન બિકીની લૂક વાયરલ
તાજેતરમાં જ એક્ટ્રેસે પોતાની બર્થડે સેલિબ્રેશનની કેટલીક તસવીરો શેર કરી છે, જે ખુબ વાયરલ થઇ રહી છે. આમાં એક્ટ્રેસનો યંગ ગર્લ જેવો લૂક જોવા મળી રહ્યો છે.
![Birthday Party: હૉટ એક્ટ્રેસની બર્થડે પાર્ટી, 50 વર્ષની ઉંમરે થાઇલેન્ડમાં ઉજવ્યો જન્મદિવસ, નિયૉન બિકીની લૂક વાયરલ actress kashmira shah celebrating her 50th birthday, new hot bikini photos viral Birthday Party: હૉટ એક્ટ્રેસની બર્થડે પાર્ટી, 50 વર્ષની ઉંમરે થાઇલેન્ડમાં ઉજવ્યો જન્મદિવસ, નિયૉન બિકીની લૂક વાયરલ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/07/fa370685e8731fa56150a8c49cac714c167040143620977_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Kashmera Shah Birthday Pics: એક્ટ્રેસ કાશ્મીરા શાહ 2 ડિસેમ્બર, 2022 એ 50 વર્ષની થઇ ગઇ છે. પોતાનો 50મો જન્મદિવસ મનાવવા માટે કાશ્મીરા શાહ પોતાની ગર્લ ગેન્ગ સાથે થાઇલેન્ડ પહોંચી હતી, અહીં તે વેકેશન એન્જૉય કરી રહી છે. તાજેતરમાં જ એક્ટ્રેસે પોતાની બર્થડે સેલિબ્રેશનની કેટલીક તસવીરો શેર કરી છે, જે ખુબ વાયરલ થઇ રહી છે. આમાં એક્ટ્રેસનો યંગ ગર્લ જેવો લૂક જોવા મળી રહ્યો છે.
કાશ્મીરા શાહ પણ તે અભિનેત્રીઓમાં સામેલ છે, જે પોતાની ગર્લ ગેન્ગ માટે જાણીતી છે. તેના કેટલાય સેલેબ્સ ફ્રેન્ડ છે. પોતાનો બર્થડે મનાવવા એક્ટ્રેસ પૂજા બેનર્જી (Puja Banerjee), તનાજ ઇરાની (Tannaz Irani), રોહિત વર્મા (Rohit Verma), મુનીષા ખટવાણી જેવા સ્ટારની સાથે થાઇલેન્ડમાં એક પ્રાઇવેટ ક્રૂજ પર પાર્ટી કરી હતી.
View this post on Instagram
કાશ્મીરા શાહની તસવીરો વાયરલ -
સોશ્યલ મીડિયા પર કાશ્મીરા શાહના બર્થડે સેલિબ્રેશનની કેટલીય તસવીરો હાલમાં સામે આવી છે, તસવીરોમાં એક્ટ્રેસ ગ્લેમરસ અંદાજમાં જોવા મળી રહી છે. તેને તમામ ફ્રેન્ડસે બૉલ્ડ ડ્રેસ સાથે પૉઝ આપ્યા છે. કાશ્મીરા શાહે નિયૉન કલરની બિકીની પહેરી છે, અને એકથી એક હૉટ પૉઝ આપતી દેખાઇ રહી છે, નિયૉન બિકીનીમાં કાશ્મીરા શાહ ‘સેન્ટર ઓફ એટ્રેક્શન’ બની ગઇ છે. સોશ્યલ મીડિયા પર તેની તસવીરોએ આગ લગાવી દીધી છે.
View this post on Instagram
આ ઉપરાંત પણ તેના 50માં બર્થડે સેલિબ્રેશનના વીડિયો સોશ્યલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહ્યાં છે, એક્ટ્રેસના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર બર્થડે પાર્ટીની ઝલક જોવા મળી રહી છે.
View this post on Instagram
ઉલ્લેખનીય છે કે, 50 વર્ષની કાશ્મીર શાહે 12 વર્ષ નાના કૃષ્ણા અભિષેક સાથે 2013 માં લગ્ન કર્યા હતા, કપલને બે બાળકો છે, જેનુ નામ રયાન અને કૃષ્ણાંગ છે.
View this post on Instagram
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)