નવી દિલ્હી: બોલિવુડ સેલેબ્સ અને ક્રિકેટ જગતના સિતારાઓ વચ્ચે હંમેશા ગાઢ સંબંધ રહ્યા છે. ક્યારેક આ સંબંધો ગોસિપથી આગળ ન વધ્યા તો કેટલાક સંબંધો પોતાની મંજિલ સુધી પહોંચી ગયા છે. અમુક કપલ એવા પણ છે જેમનો પ્રેમ લગ્નમાં પરિણમ્યો છે. હવે બોલિવુડ અને ક્રિકેટની વધુ એક રસપ્રદ જોડી વિશે ચર્ચા થઈ રહી છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે, ટીમ ઈંડિયાના કોચ રવિ શાસ્ત્રી એક બોલિવુડ એક્ટ્રેસ સાથે રિલેશનશીપમાં છે.
2/5
રવિ શાસ્ત્રીના વર્કફ્રંટની વાત કરીએ તો તે આજકાલ ટીમ ઈંડિયા સાથે ઈંગ્લેન્ડના પ્રવાસે છે. નિમરતના વર્કફ્રંટની વાત કરીએ તો તે આજકાલ એક વેબ સીરિઝના શૂટિંગમાં વ્યસ્ત છે. રિલેશનશીપની ગોસિપ પર બંને તરફથી હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આવી નથી. હાલ રવિ શાસ્ત્રીની ઉંમર 56 વર્ષ છે.
3/5
કેટલાક મીડિયા રિપોર્ટ મુજબ, બંનેની પહેલી મુલાકાત 2015માં જર્મન લગ્ઝુરિયસ કારના લોન્ચિંગ સમયે થઈ હતી. આ ઈવેન્ટમાં થયેલી મુલાકાત પ્રેમમાં પરિણમી. રવિ શાસ્ત્રીએ 2012માં 22 વર્ષ બાદ પોતાના લગ્ન જીવનનો અંત આણ્યો અને પત્ની રિતુ સિંહ સાથે છૂટાછેડા લીધા હતાં. નિમરત કૌર હજુ સુધી સિંગલ જ છે.
4/5
સુત્રોના જણાવ્યા પ્રમાણે, 36 વર્ષની નિમરત કૌર રવિ શાસ્ત્રી સાથે બે વર્ષથી રિલેશનશીપમાં છે. તેમ છતાં બંનેએ પોતાના સંબંધોની આજ સુધી કોઈને પણ ખબર પડવા દીધી નહોતી. સવાલ એ છે કે, આ બંને એકબીજાને મળ્યા કઈ રીતે? સરળતાથી યાદ પણ નથી આવતું કે આ બંને ક્યારેય જાહેરમાં સાથે દેખાયા હોય.
5/5
આ હીરોઈન અન્ય કોઈ નહીં પરંતુ ઈરફાન ખાન સાથે ફિલ્મ ‘લંચ બોક્સ’ અને અક્ષય કુમાર સાથે ફિલ્મ ‘એરલિફ્ટ’માં જોવા મળેલી નિમરત કૌર છે. આ અભિનેત્રી ડેટ કરી રહી છે તેની ચર્ચાઓ ચાલી રહી છે.