શોધખોળ કરો
લોકડાઉન વચ્ચે આ એક્ટ્રેસને થયો મલેરિયા, થઈ ગઈ આવી હાલત, જાણો વિગત
તેણે આગળ કહ્યું, હું જલદી ઠીક થઈ જઈશ અને મારી ઈચ્છાશક્તિ પણ દ્રઢ છે. હાલ દુર્ભાગ્યવશ આ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહી છું.

નવી દિલ્હીઃ કોરોનાના કેર વચ્ચે એક્ટ્રેસ પાયલ ઘોષને મલેરિયા થયો છે. પોતાની દ્રઢ ઈચ્છાશક્તિનો પરિચય આપતાં તેણે કહ્યું હું જલદી સ્વસ્થ થઈ જઈશ. પાયલે કહ્યું, મને થોડા દિવસો પહેલા બેચેની લાગતી હતી. મારા માથામાં પણ દર્દ હતું અને રાતે સાધારણ તાવ આવ્યો. મને વિશ્વા હતો કે તે કોવિડ-19 નથી. કારણકે મેં તમામ સાવધાની રાખી હતી. પરંતુ મારો પરિવાર ચિંતિત હતો. અમે પરીક્ષણ કરાવ્યું અને તે મલેરિયા નીકળ્યો.
તેણે આગળ કહ્યું, હું જલદી ઠીક થઈ જઈશ અને મારી ઈચ્છાશક્તિ પણ દ્રઢ છે. હાલ દુર્ભાગ્યવશ આ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહી છું. મને આશા છે કે આ મહામારી જલદી સમાપ્ત થઈ જશે અને આપણે સામાન્ય જીવન ફરીથી શરૂ કરી શકીશું.
આ પહેલા અભિનેત્રી પાયલ ઘોષે થોડા વર્ષો પહેલા પેનિક અટેક આવ્યા બાદ લીધેલી દવાના કારણે વજન વધવા જેવા અનુભવો અંગે ખુલીને જણાવ્યું હતું. આ પરિસ્થિતિમાંથી તે કેવી રીતે બહાર નીકળી તે અંગે જણાવ્યું હતું. એક્ટ્રેસ કહ્યું, મેં ખુદને સ્વસ્થ રાખવાનો સંકલ્પ લીધો અને મિત્રોને જણાવ્યું કે વજન ઘટાડવા જઈ રહી છું. અનેક કલાકો સુધી કસરત અને યોગ, કિક બોક્સિંગ કર્યુ પરંતુ ડાયટિંગે સારું કામ કર્યું. આઠ મહિનામાં વજન ઘટીને હવે માત્ર 55 કિલો થઈ ગયું છે.
અભિનેત્રીએ આગળ લખ્યું, હું તમને બધાને લોકડાઉનમાં સ્વસ્થ આહાર લેવા અને એક્સરસાઇઝ કરીને તેનો સદઉપયોગ કરવાનો આગ્રહ કરું છું. જે લોકો વજન ઘટાડવા માંગે છે તેમના માટે યોગ્ય સમય છે. તમને બધાને પ્રેમ.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ધર્મ-જ્યોતિષ
દેશ
દુનિયા
Advertisement
