શોધખોળ કરો
Advertisement
’15 વર્ષની ઉંમરે પૈસા લઇને મારી માએ બળાત્કાર કરાવ્યો’ એક્ટ્રેસે કર્યો ચોંકાવનારો ખુલાસો
એક્ટ્રેસે પોતાના પુસ્તકમાં લખ્યું છે કે, એક રાતે જ્યારે તે પોતાના ઘરે પરત આવી તો તેની મા એક વૃદ્ધ શખ્સ સાથે એપાર્ટમેન્ટમાં હતી.
નવી દિલ્હીઃ ‘15 વર્ષની ઉંમરમા પૈસા લઈને મારી માએ મારો રેપ કરાવ્યો’ આ જાણીતી એક્ટ્રેસે પોતાના પુસ્તક ‘Inside Out’માં આખી વાત જણાવી છે. તેણે આગળ જણાવ્યું કે એની મા ઘણા નાના સમયમાં જ તેને બારમાં લઈ જતી કે જેથી કરીને પૂરુષો તેને જોઈ શકે. એક ઈન્ટરવ્યૂ દરમિયાન પ્રખ્યાત અભિનેત્રી ડેરી મૂરીએ જણાવ્યું કે એની માને દારૂ પીવાની લત હતી. જ્યારે અભિનેત્રી 15 વર્ષની હતી ત્યારે એક શખ્સે તેને દારૂ પીવાના 500 ડોલર આપ્યા તો એના બદલામાં મારો રેપ કરાવ્યો.
એક્ટ્રેસે પોતાના પુસ્તકમાં લખ્યું છે કે, એક રાતે જ્યારે તે પોતાના ઘરે પરત આવી તો તેની મા એક વૃદ્ધ શખ્સ સાથે એપાર્ટમેન્ટમાં હતી. તેણે તેની સાથે બળાત્કાર ગુજાર્યો અને પછી તેને ગંદી વાત પણ કહી. અભિનેત્રીએ પુસ્તકમાં લખ્યા મુજબ, તે વૃદ્ધે તેને કહ્યું કે તેની માને તેણે દારૂ માટે 500 ડોલર આપ્યા છે. અભિનેત્રીએ લખ્યું કે દુષ્કર્મ બાદ તે તૂટી ગઇ હતી.
એક્ટ્રેસે જણાવ્યું કે 16 વર્ષની ઉંમરે તેણે એક્ટિંગમાં કારકિર્દી બનાવવાનું શરૂ કર્યુ. એક્ટ્રેસે જણાવ્યુ કે તેના માતા-પિતા દારૂ પિતા હતા અને અવારનવાર શહેરની બહાર જતાં હતા. અભિનેત્રીએ જણાવ્યું કે જ્યારે 12 વર્ષની હતી ત્યારે તેની માએ પહેલીવાર આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. તે સમયે તેમણે કેટલીક દવાઓ મારા હાથે તેમના મોઢામાં મુકાવી હતી.
ઉલ્લેખનીય છે કે ડેમી મૂરી હોલિવૂડની જાણીતી એક્ટ્રેસ છે. તેણે ટોમ ક્રૂઝ જેવા મહાન અભિનેતા સાથે પણ કામ કર્યું છે. ડેમીએ ઘોસ્ટ જેવી કેટલીય સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું છે. ન્યુ મેસ્કિકોમાં જન્મેલી આ અભિનેત્રી ગીતકાર અને મોડેલ પણ રહી ચૂકી છે. વર્ષ 1990માં પૈટ્રિક સ્વેજ સાથે તેની ફિલ્મ ઘોસ્ટ ઘણી ચર્ચામાં રહી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
ગુજરાત
સુરત
બિઝનેસ
Advertisement