શોધખોળ કરો
Advertisement
આ અભિનેત્રીએ સુશાંત સિંહ રાજપૂતને આ રીતે કર્યું બર્થ-ડે વિશ, તસવીરો જોઈને લોકોએ શું કહ્યું?
21 તારીખે સુશાંત સિંહે 34મો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો. સુશંતના બર્થ-ડે પર તેની કહેવાતી ગર્લફ્રેન્ડ રિયા ચક્રવતીએ ખાસ રીતે સુશાંતને બર્થ-ડેની શુભેચ્છા પાઠવી હતી.
મુંબઈ: અભિનેત્રી રિયા ચક્રવતી અને અભિનેતા સુશાંત સિંહ રાજપૂત સબંધોને લઈને છેલ્લા ઘણાં સમયથી બન્ને ચર્ચામાં છે. જોકે થોડા દિવસ પહેલા એવા સમાચારો સામે આવ્યા હતા કે, રિયાના ઘરમાં સુશાંત સિંહ શિફ્ટ થઈ ગયો છે. બંનેની લિવ ઈન રીલેશનશીપની વાતો પણ સામે આવી હતી.
સુશાંત સિંહ રાજપૂત શ્રેષ્ઠ એક્ટર્સમાંનો એક ગણાય છે. 21 તારીખે તેણે 34મો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો. સુશંતના બર્થ-ડે પર તેની કહેવાતી ગર્લફ્રેન્ડ રિયા ચક્રવતીએ ખાસ રીતે સુશાંતને બર્થ-ડેની શુભેચ્છા પાઠવી હતી. તેણે પોતાના સોશિયલ મીડિયા પર તસવીર શેર કરી સુશાંત સાથેના રિલેશનને ઓફિશિયલ જાહેર કરી દીધું છે તેવું મીડિયા રિપોર્ટ્સમાં જાણવા મળ્યું છે.
જણાવી દઈએ કે, સુશાંત પહેલા ટીવી એક્ટ્રેસ અંકિતા લોખંડે સાથે રિલેશનમાં હતો. ત્યાર બાદ કૃતિ સેનન સાથે પણ ડેટ કરી રહ્યાંની ખબરો પણ સામે આવી હતી. આ ઉપરાંત સારા અલી ખાન સાથે પણ નામ જોડાયું હતું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
બિઝનેસ
બિઝનેસ
બિઝનેસ
Advertisement