શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
નાણામંત્રીના નિવેદન પર બોલિવૂડ એક્ટ્રેસનો જવાબ, ‘તેમને કેક ખાવા દો, તે ડુંગળી નથી ખાતા’
નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું હતું કે તેઓ લસણ અને ડુંગળી ખાતા નથી અને તેઓ એવા કુટુંબમાંથી આવે છે ડુંગળી-લસણનો વધારે કોઈ મતલબ નથી. નિર્મલા સીતારમણના આ જવાબ પર સંસદમાં બધા હસવા લાગ્યા હતા.
![નાણામંત્રીના નિવેદન પર બોલિવૂડ એક્ટ્રેસનો જવાબ, ‘તેમને કેક ખાવા દો, તે ડુંગળી નથી ખાતા’ actress richa chadda comment on nirmala sitaraman statement on onions and garlic નાણામંત્રીના નિવેદન પર બોલિવૂડ એક્ટ્રેસનો જવાબ, ‘તેમને કેક ખાવા દો, તે ડુંગળી નથી ખાતા’](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/12/05175800/richa.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હી: ડુંગળીના વધતા ભાવને લઈને સામાન્ય માણસ બેહાલ છે. વિપક્ષ મોદી સરકાર પર તેને લઈને સવાલ ઉઠાવી રહ્યું છે. ત્યારે નાણામંત્રી નિર્મલા સીતારમણે આપેલું નિવેદન ટ્રેન્ડ થઈ રહ્યું છે. તેમના નિવેદન પર એક્ટ્રેસ ઋચા ચઢ્ઢાએ સરકાર પર નિશાન સાધ્યું છે.
નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું હતું કે તેઓ લસણ અને ડુંગળી ખાતા નથી અને તેઓ એવા કુટુંબમાંથી આવે છે ડુંગળી-લસણનો વધારે કોઈ મતલબ નથી. નિર્મલા સીતારમણના આ જવાબ પર સંસદમાં બધા હસવા લાગ્યા હતા. તેના પર ઋચાએ રિટ્વિટ કરીને કહ્યું કે ‘તેમને કેક ખાવા દો, કારણે કે તે ડુંગળી નથી ખાતી’
ઉલ્લેખનીય છે કે ઋચા ફિલ્મોની સાથે સાથે પોતાના પૉલિટિકલ કોમેન્ટસને લઈને પણ ચર્ચામાં રહે છે. આ પહેલા પણ ભાજપ સાંસદ પ્રજ્ઞા ઠાકુરે સંસદ ભવનમાં મહાત્મા ગાંધીની હત્યા કરનાર નાથુરામ ગોડસેને દેશભક્ત ગણાવતા તેને શરમજનક નિવેદન ગણાવ્યું હતું.“ Let them eat cake, cuz I eat no onions. “ https://t.co/4hZEfy7miP
— TheRichaChadha (@RichaChadha) December 5, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ક્રિકેટ
બિઝનેસ
અમદાવાદ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)