'તારી દી મૉર્નિંગ યોગના પૉઝ શીખવે છે, જીજુ અમને નાઈટ યોગના પૉઝ શીખવે છે'. શમિતા શેટ્ટીને ટ્રોલ કરીને શું શું કરાઈ કોમેન્ટ્સ?
આ બધાની વચ્ચે રિપોર્ટ છે કે રાજ કુન્દ્રાની કંપની વિયાન ઇન્ડસ્ટ્રીઝમાંથી શિલ્પાએ રાજીનામુ આપી દીધુ છે.
મુંબઇઃ શિલ્પા શેટ્ટી (Shilpa Shetty)ના પતિ તથા બિઝનેસમેન રાજ કુન્દ્રાને (Raj Kundra) મુંબઇ ક્રાઇમ બ્રાન્ચે પોર્ન ફિલ્મ બનાવવા અને મોબાઇલ એપ્સ દ્વારા સ્ટ્રીમ કરવાના આરોપના કારણે ધરપકડ કરી લીધી છે. હવે આ બધાની વચ્ચે રિપોર્ટ છે કે રાજ કુન્દ્રાની કંપની વિયાન ઇન્ડસ્ટ્રીઝમાંથી શિલ્પાએ રાજીનામુ આપી દીધુ છે.
શિલ્પાએ આપ્યુ કંપનીમાંથી રાજીનામુ-
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મુંબઇ ક્રાઇમ બ્રાન્ચના એક રિપોર્ટ અનુસાર, 2020માં મહારાષ્ટ્ર સાયબર સેલે સાત ઓટીટી પ્લેટફોર્મને નૉટિસ ફટકારી હતી, ત્યારબાદ શિલ્પાએ રાજની કંપનીમાંથી રાજીનામુ ધરી દીધુ હતુ. વળી, મીડિયા રિપોર્ટ અનુસાર કહેવામા આવી રહ્યું છે કે રાજ કુન્દ્રાના JL Stream App કંપનીની શિલ્પા શેટ્ટી બ્રાન્ડ એમ્બેસેડર પણ હતી.
શમિતાએ શિલ્પા માટે કરી પૉસ્ટ-
થોડાક દિવસ પહેલા શમિતાએ ઇન્સ્ટાગ્રામ પર ફિલ્મ હંગામા 2 નુ એક પૉસ્ટર શેર કર્યુ અને પોતાના મેસેજમાં શિલ્પાને આશ્વસ્ત કરી કે 'આ સમય પણ વીતી જશે'... શમિતાએ કેપ્શનમાં લખ્યું - ઓલ ધ બેસ્ટ માય ડાર્લિંગ મુંકી... 14 વર્ષ બાદ ફિલ્મ હંગામાં 2ની રિલીઝ માટે મને ખબર છે કે તે અને આ આખી ટીમે આમાં બહુજ મહેનત કરી છે. આઇ લવ યુ. તે ઘણુબધુ કર્યુ છે. લાઇફમાં ઉતાર-ચઢાવ આવતા રહે છે, પરંતુ મને ખબર છે કે તમે સ્ટ્રૉન્ગ છો. આ પણ સમય વીતી જશે. તમને અને હંગામા 2ની આખી ટીમને શુભેચ્છાઓ.
ટ્રૉલ થઇ શમિતા-
શમિતાએ જેવી બહેન શિલ્પા શેટ્ટીના સમર્થનમાં પૉસ્ટ કરી તે સોશ્યલ મીડિયા પર ટ્રૉલ થઇ ગઇ. એક યૂઝરે લખ્યું- જીજાજીને પોલીસે કેમ પકડ્યા છે?, વળી બીજા એકે લખ્યુ- બ્લેસિંગ્સની જરૂર તમારા જીજાજીને.
વળી, સોશ્યલ મીડિયા યૂઝરે મજાક ઉડાવતા લખ્યું- 'તારી દી મૉર્નિંગ યોગના પૉઝ શીખવે છે, જીજુ અમને નાઈટ યોગના પૉઝ શીખવે છે'.. વળી બીજાએ લખ્યું- રાજ કુન્દ્રાજી કેવા છે.
ઉલ્લેખનીય છે કે શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રા હાલ પોલીસ કસ્ટડીમાં છે, અને ક્રાઇમ બ્રાન્ચ પોર્નોગ્રાફી કેસને લગતી વિવિધ તપાસ ચલાવી રહી છે. રાજની ઓફિસની તપાસ અને શિલ્પા શેટ્ટીની પુછપરછ તેજ થઇ છે.