શોધખોળ કરો
Advertisement
મોદી સરકાર માટે શિલ્પા શેટ્ટી કરશે આ કામ? કઈ કમિટીમાં કરાઈ શિલ્પાની પસંદગી? જાણો વિગત
શિલ્પા શેટ્ટીને કેન્દ્ર સરકારના ફિટ ઈન્ડિયન અભિયાન અંતર્ગત બનાવેલી કમિટીમાં તેની પસંદગી કરવામાં આવી છે અને તેની સભ્ય બનાવવામાં આવી છે. આ જાણકારી શિલ્પાએ પોતે ટ્વીટર પર શુક્રવારે શેર કરી હતી.
મુંબઈ: બોલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી કુન્દ્રા પોતાના ડાન્સ અને ફિલ્મોની સાથે સાથે પોતાની ફિટનેસ માટે પણ જાણીતી છે. શિલ્પા પોતાના યોગની સીડી અને પોતાની ફિટનેસના નુસખા એપ પર લોન્ચ કરી ચુકી છે. હવે શિલ્પા માત્ર એપ પર જ નહીં પરંતુ સમગ્ર ઈન્ડિયાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખશે.
શિલ્પા શેટ્ટીને કેન્દ્ર સરકારના ફિટ ઈન્ડિયન અભિયાન અંતર્ગત બનાવેલી કમિટીમાં તેની પસંદગી કરવામાં આવી છે અને તેની સભ્ય બનાવવામાં આવી છે. આ જાણકારી શિલ્પાએ પોતે ટ્વીટર પર શુક્રવારે શેર કરી હતી.
શિલ્પાએ લખ્યું હતું, મને આ જાણીને ખૂબ જ ખુશી થઈ રહી છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવેલા ફિટ ઈન્ડિયા અભિયાનની સલાહકાર સમિતિમાં મારી સભ્ય તરીકે પસંદગી કરવામાં આવી છે.
આશા રાખું છું કે, દરેક ભારતીયોને ફિટ રાખવા માટેના સરળ રસ્તાઓ શોધવા માટે તેમને હું મદદ કરી શકું અને સાથે જ આ અભિયાનને વધુ સફળ બનાવી શકું. શિલ્પાએ આ ટ્વીટમાં PMO ઈન્ડિયા અને રમતગમત મંત્રી કિરણ રીજ્જુને ટેગ કર્યાં છે.I am happy to be on the advisory committee of the Fit India movement envisaged by our Honourable PM. Hoping to lend my support in finding fun, easy ways to make every Indian fit and making this movement/vision a success.@PMOIndia @KirenRijiju @Media_SAI
— SHILPA SHETTY KUNDRA (@TheShilpaShetty) August 23, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
અમદાવાદ
દુનિયા
દેશ
Advertisement