શોધખોળ કરો
Advertisement
સોનાક્ષી સિન્હા કરશે ડિજિટલ ડેબ્યૂ, થ્રિલર વેબ સીરિઝમાં આવશે નજર
સોનાક્ષી એમેઝન પ્રાઈમની એક ક્રાઈમ થ્રિલર વેબ સીરિઝમાં નજર આવશે. રીમ કાગતીની આ વેબ સીરિઝમાં ગુલશન દેવૈયા, સોહુમ શાહ અને વિજય શર્મા નજર આવશે.
મુંબઈ: બૉલિવૂડ દંબગ ગર્લ સોનાક્ષી સિન્હા વેબ સીરિઝમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે. સોનાક્ષી છેલ્લા ઘણા સમયથી બિગ સ્ક્રીન પર કોઈ ખાસ કમાલ કરી શકી નથી, આ જ કારણ છે કે, તેણે હવે ડિજિટલ વર્લ્ડમાં પગ મુકવાનો નિર્ણય લીધો છે. વર્ષ 2019માં સોનાક્ષીની કુલ 6 ફિલ્મો રિલીઝ થઈ હતી પરંતુ બોક્સ ઓફિસ પર કોઈ ખાસ દેખાવ કરી શકી નહોતી.
સોનાક્ષી એમેઝન પ્રાઈમની એક ક્રાઈમ થ્રિલર વેબ સીરિઝમાં નજર આવશે. રીમ કાગતીની આ વેબ સીરિઝમાં ગુલશન દેવૈયા, સોહુમ શાહ અને વિજય શર્મા નજર આવશે. આ સીરિઝનું પ્રોડક્શન એક્સેલ મૂવીઝ અને ટાઈગર બેબી ફિલ્મ્સ સાથે મળીને બનાવી રહ્યાં છે.
સોનાક્ષીએ આ સીરિઝની ટીમ સાથે એક તસવીર ઈન્સ્ટાગ્રામ પર શેરની કરી છે. જેમાં તેમણે લખ્યું કે, ‘નવી શરૂઆત, અમેઝન સાથે અમારી નવી સીરિઝ શરૂ કરવા માટે ખૂબજ ઉત્સાહિત છું. આ એક્સ્ટ્રીમલી ટેલેન્ટેડ ટીમ સાથે કામ કરવા માટે એક્સાઈટેડ છું.’
વક્ર ફ્રન્ટની વાત કરીએ તો સોનાક્ષી સિન્હા આ વર્ષે ફિલ્મ ભૂજ: ધ પ્રાઈડ ઑફ ઈન્ડિયામાં નજર આવશે. આ ફિલ્મમાં અજય દેવગન લીડ રોલમાં જોવા મળશે. આ સિવાય અન્ય સ્ટાર કાસ્ટની વાત કરીએ તો તેમાં સંજય દત્ત, શરદ કેલકર, એમી વિર્ક, પ્રનિતા સુભાષ અને નોરા ફતેહી સાથે કામ કરતા નજર આવશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
અમદાવાદ
ક્રિકેટ
દેશ
Advertisement