નોંધનીય છે કે, ઝરીન ખાને 2010માં સલમાન ખાનની ફિલ્મ વીરથી બૉલીવુડમાં ડેબ્યૂ કર્યુ હતું, ત્યારથી તેને લોકો સલમાનની હિરોઇનથી ઓળખતા હતા. બાદમાં હાઉસફૂલ 2 અને હેટ સ્ટૉરી 3 જેવી ફિલ્મો આપી હતી.
2/5
મુંબઇઃ બૉલીવુડમાં સલમાન ખાનની હિરોઇન તરીકે ઓળખાતી અભિનેત્રી ઝરીન ખાને પોતાના પૂર્વ મેનેજર વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી દીધી છે. તેને આરોપ લગાવ્યો છે કે, તેની મેનેજર અંજલિ અથે રૂપિયાના વિવાદને લઇને તેને ખરાબ શબ્દોનો પ્રયોગ કર્યો, સાથે જીવથી મારી નાંખવાની ધમકી પણ આપી હતી.
3/5
ઝરીન ખાને એ પણ કહ્યું કે હાલમાં તેની પાસે કોઇ મોટો પ્રૉજેક્ટ નથી તેથી પૈસા પરત આપવામાં મોડુ થઇ રહ્યું છે, કોઇ સારો પ્રૉજેક્ટ આવશે તો હું પૈસા આપી દઇશ. પોલીસે અંજલિ અથ વિરુદ્ધ આઇપીસી કલમ 509 (જેમાં શબ્દો, ઇશારા કે એક્શનથી અપમાનિત કરવાની જોગવાઇ છે)
4/5
પોલીસ અનુસાર, છેલ્લા ત્રણ-ચાર મહિનાથી ઝરીન ખાન અને તેની મેનેજરની વચ્ચે રૂપિયાને લઇને વિવાદ ચાલી રહ્યો હતો, આ દરમિયાન બન્નેએ એકબીજાને ઘણા મેસેજ પણ કર્યા, આમાં એક મેસેજમાં અંજલિ અથે ખરાબ શબ્દો અને ભાષા વાપરી હતી. જેને લઇને ઝરીને પોલીસ ફરિયાદ કરી છે.
5/5
આ મામલે ઝરીન ખાને મુંબઇના ખાર પોલીસ સ્ટેશનમાં અંજલિ અથ વિરુદ્ધ એફઆઇઆર નોંધાવી દીધી છે.