Adipurushના નવા પોસ્ટરમાં હનુમાનજીના લૂક પરથી ઉઠ્યો પડદો, દેવદત્ત ગજાનને હનુમાન જયંતિ પર ફર્સ્ટ લૂક કર્યો જાહેર
Adipurush New Poster: હનુમાન જયંતિના આ ખાસ અવસર પર, 'આદિપુરુષ'ના નિર્માતાઓએ દેવદત્ત ગજાનનનો ફર્સ્ટ લૂક શેર કર્યો છે જે ફિલ્મમાં હનુમાનની ભૂમિકામાં જોવા મળશે.
Devdutt Gajanan First Look As Hanuman: પ્રભાસ, સૈફ અલી ખાન અને કૃતિ સેનનની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'આદિપુરુષ' ખૂબ ચર્ચામાં છે. આ ફિલ્મ સંસ્કૃત મહાકાવ્ય રામાયણ પર આધારિત ભારતીય પૌરાણિક ફિલ્મ છે. હાલમાં ફિલ્મમાંથી ભગવાન હનુમાનનો લુક સામે આવ્યો છે. હનુમાન જયંતિના આ ખાસ અવસર પર સામે આવેલા આ લુકએ ચાહકોનું દિલ જીતી લીધું છે. ઉલ્લેખનીય છે કે, દેવદત્ત ગજાનન ફિલ્મમાં હનુમાનની ભૂમિકામાં જોવા મળશે. દેવદત્ત બોલિવૂડથી લઈને મરાઠી ફિલ્મો અને નાના પડદા સુધીના લોકપ્રિય અભિનેતા છે.
View this post on Instagram
આદિપુરુષમાંથી દેવદત્ત ગજાનનનો ફર્સ્ટ લૂક જાહેર થયો
'આદિપુરુષ'માં ભગવાન શ્રીરામની ભૂમિકા ભજવી રહેલા પ્રભાસે હનુમાન જયંતિના આ ખાસ અવસર પર ફિલ્મમાંથી હનુમાનના લુક પરથી પડદો ઉઠાવ્યો છે. ઇન્સ્ટાગ્રામ પર પ્રભાસે દેવદત્ત ગજાનન નાગેનો લૂક જાહેર કર્યો છે, સાથે જ કેપ્શનમાં લખ્યું છે કે, 'રામનો ભક્ત અને રામકથાનો આત્મા... જય પવનપુત્ર હનુમાન!'
દેવદત્ત ગજાનન ફિલ્મમાં હનુમાનનું પાત્ર ભજવશે
હનુમાન જયંતિના આ ખાસ અવસર પર રિલીઝ થયેલું આ પોસ્ટર હનુમાન ભક્તોનું ઘણું ધ્યાન ખેંચી રહ્યું છે. દર્શકો લાંબા સમયથી ફિલ્મ 'આદિપુરુષ'ની રાહ જોઈ રહ્યા છે. તમે આ વાતનો અંદાજો એ વાત પરથી લગાવી શકો છો કે ફિલ્મનું પોસ્ટર રિલીઝ થતાની સાથે જ ફેન્સ તેના પર ઘણી લાઈક્સનો વરસાદ કરી રહ્યા છે.
તમને જણાવી દઈએ કે દેવદત્ત ગજાનન નાગે નાના પડદાથી લઈને મરાઠી અને બોલિવૂડ ફિલ્મોમાં ઘણું કામ કર્યું છે. તે ઓમ રાઉત દ્વારા નિર્દેશિત ફિલ્મ 'તાન્હાજી'માં પણ જોવા મળ્યો છે. આ સિવાય તે 'બાજીરાવ મસ્તાની', 'સત્યમેવ જયતે' અને 'વન્સ અપોન અ ટાઈમ ઇન મુંબઈ' જેવી ફિલ્મોમાં પણ જોવા મળ્યો છે. હવે ચાહકો તેને 'આદિપુરુષ'માં બજરંગ બલીની ભૂમિકામાં જોવા માટે ખૂબ જ ઉત્સાહિત છે.
તમને જણાવી દઈએ કે, ઓમ રાઉત દ્વારા નિર્દેશિત 'આદિપુરુષ' હિન્દી સિનેમાની અત્યાર સુધીની સૌથી મોટી બજેટ ફિલ્મ છે. તાજેતરમાં જ ફિલ્મનું બીજું પોસ્ટર રિલીઝ થયું હતું જેમાં પ્રભાસ, કૃતિ સેનન અને સની સિંહ તેમના પાત્રો સાથે જોવા મળ્યા હતા. આ પોસ્ટર પર જ્યાં ચાહકોએ પ્રેમ વરસાવ્યો તો કેટલાક લોકોએ તેનો વિરોધ પણ શરૂ કર્યો હતો.