શોધખોળ કરો
Advertisement
આદિત્ય-દિશાની ફિલ્મ ‘મલંગ’ પર ભડક્યા CM પ્રમોદ સાવંત, કહ્યું- માત્ર ડ્રગ્સ પ્રદેશ નથી ગોવા
પ્રમોદ સાવંતે કહ્યું કે, આ મુદ્દો મારા ધ્યાનમાં લાવવામાં આવ્યો છે, એન્ટરટેઇનમેન્ટ સોસાયટી ઓફ ગોવા હવે ફિલ્મોનું રિવ્યૂ કરશે. રાજ્યમાં લૉ એન્ડ ઑર્ડરની સારી વ્યવસ્થા છે અને સારી એવી સુવિધાઓ છે, તેમ છતાં આ રાજ્ય વિશે આવું કેમ દર્શાવામાં આવે છે કે રાજ્ય માત્ર એક ટ્રગ્સ સ્ટેટ છે?
નવી દિલ્હી: આદિત્ય રોય કપૂર અને દિશા પટણી સ્ટારર ફિલ્મ મલંગ બોક્સ ઓફિસ પર શાનદાર કમાણી કરી રહી છે. મોહિત સૂરી દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં ગોવાના પાર્ટી કલ્ચરને દર્શાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ફિલ્મમાં રેવ પાર્ટી અને ડ્રગ કલ્ચરને ફિલ્માવામાં આવ્યું છે. ત્યારે હવે ફિલ્મ રિલીઝ થયા બાદ વિવાદોમાં આવી છે. ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે ફિલ્મમાં દર્શાવવામાં આવેલા ડ્રગ્સ કલ્ચર પર વાંધો ઉઠાવ્યો છે.
પ્રમોદ સાવંતને જ્યારે પૂછવામાં આવ્યું કે હાલમાં જ રિલીઝ થયેલી ફિલ્મ મલંગ રાજ્યની છબિ ખરાબ થાય છે ? તેના પર તેઓએ કહ્યું કે, આ મુદ્દો મારા ધ્યાનમાં લાવવામાં આવ્યો છે, એન્ટરટેઇનમેન્ટ સોસાયટી ઓફ ગોવા હવે ફિલ્મોનું રિવ્યૂ કરશે. જ્યારે અમારા રાજ્યમાં લૉ એન્ડ ઑર્ડરની સારી વ્યવસ્થા છે અને સારી એવી સુવિધાઓ છે, તેમ છતાં આ રાજ્ય વિશે આવું કેમ દર્શાવામાં આવે છે કે રાજ્ય માત્ર એક ટ્રગ્સ સ્ટેટ છે?
આ ઉપરાંત તમણે કહ્યું કે હવે રાજ્યમાં પરમિશન આપવા માટે પહેલા એન્ટરટેઇનમેન્ટ સોસાઈટી ઓફ ગોવા ફિલ્મોની કહાણીની થી રીવ્યુ કરશે અને ગોવાની છબિ ખરાબ રીતે ન દર્શાવવામાં આવે ત્યારે જ શૂટિંગ માટે પરમિશન આપવામાં આવશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
ક્રિકેટ
દુનિયા
Advertisement