શોધખોળ કરો
Advertisement
4 લગ્ન અને 1 સગાઈ કરી ચૂકેલ આ એક્ટ્રેસે છઠ્ઠી વખત કરી સગાઈ
નવી દિલ્હીઃ અમેરિકન સિંગર અને એક્ટ્રેસ જેનિફર લોપેઝ (Jennifer Lopez) અને રિટાયર્ડ બેસબોલ ખેલાડી એલેક્સ રોડ્રિગેજ (Alex Rodriguez)એ બે વર્ષ સુધી ડેટિંગ કર્યા બાદ સગાઈ કરી લીધી છે. જેનિફરે પોતાના ઇન્સ્ટાગ્રામ પર આ ખુશખબરી ફેન્સ સાથે શેર કરી.
વેબસાઈટ ‘ફોક્સન્યૂઝ ડોટ કોમ’ અનુસાર, બન્નેએ શનિવારે રાત્રે ઇન્સ્ટાગ્રામ પર આ સમાચાર શેર કર્યા. રોડ્રિગેજે જેનિફરના હાથમાં સગાઈની એક મોટી વીંટીવાળી તસવીર શેર કરતાં લખ્યું, ‘તેણે હા પાડી દીધી છે.’View this post on Instagram
જણાવીએ કે, આ છઠ્ઠી વખત છે જ્યારે જેનિફરે સગાઈ કરી છે. આ પહેલા તે 4 લગ્ન અને 1 સકાઈ કરી ચૂકી છે. એલેન લી ડીજેનેરેસના શોમાં જેનિફરે જણાવ્યું હતું કે, તે અને એલિક્સ 2 વર્ષથી એક બીજાને ડેટ કરી રહ્યા છે. બેવર્લી હિલ્સ હોટલમાં જેનિફરે એલિક્સને જોયો અને તેની પાસે ગઈ. ત્યાંથી જ તેમની વચ્ચે પ્રેમની શરૂઆત થઈ.View this post on Instagram
એલેક્સ એક મેગેઝીનમાં જેનિફર અને પોતાના સંબંધ વિશે વાત કરી હતી. એલેક્સે જણાવ્યું હતું, અમારા બન્નેમાં ઘણી બધી સમાનતા છે, માટે અમે એક બીજાને સારી રીતે સમજીએ છીએ.View this post on Instagram
કપલે સત્તાવારા રીતે 4 ફેબ્રુઆરીએ બે વર્ષ સાથે રહેવાની ઉજવણી કરી હતી. જેનિફર અને રોડ્રિગેજ બન્ને પ્રથમ વખત 2005માં ક્વીન્સ સિઆ સ્ટેડિયમમાં મળ્યા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
રાજકોટ
લાઇફસ્ટાઇલ
ક્રિકેટ
Advertisement