Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત
Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત
Bhavnagar Hooch Tragedy: ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું કરૂણ મોત નીપજતાં મૃત્યુઆંક વધીને 13 પર પહોંચ્યો છે. કાળિયાબીડના સાગવાડી વિસ્તારમાં રહેતા ભાર્ગવ ઉપાધ્યાય નામના વ્યક્તિનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ ગોઝારા કાંડ બાદ હજુ પણ ભાવનગરની સિવિલ તેમજ ખાનગી હોસ્પિટલમાં 4 દર્દીઓ જીવન-મરણ વચ્ચે ઝોલા ખાતા સારવાર હેઠળ છે.
FSL રિપોર્ટથી થયા મોટા ખુલાસા
22 ઓગસ્ટે વધુ 4 લોકોના મોત થયા હતા. જેમાં સર ટી. હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા મહીસાગરના મુકેશ ડામોરનું પણ મોત થયું હતું. આ સાથે સમગ્ર ઘટનામાં અત્યાર સુધીમાં 12 લોકોના જીવ ગયા છે. મહીસાગર જિલ્લાના મુકેશ ડામોર નકલી દારૂ પીધા બાદ ગંભીર રીતે બીમાર પડ્યા હતા. તેમને ભાવનગરની સર ટી. હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ICUમાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. મુકેશના મોત સાથે લઠ્ઠાકાંડનો મૃત્યુઆંક 12 થયો હતો.
ભાવનગર લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક વધીને 12 પર પહોંચી ગયો હતો. લઠ્ઠાની અસર થયેલ વધુ 4 અસરગ્રસ્તોના આજે મોત નિપજ્યાં હતા. સર.ટી. હોસ્પિટલના આઈસીયુમાં સારવાર લઈ રહેલા અવિનાશ પરમારનું ગઇકાલે મોત નિપજ્યું હતું. તો હાર્દિક કિલજી અને સુરતમાં સારવાર લઈ રહેલા સંજય ડોડીયાનું પણ મોત થયું હતું. મહીસાગરના મુકેશ ડામોરનું પણ મોત થતાં મૃત્યુઆંક 12 પર પહોંચ્યો હતો. જ્યારે આજે સારવાર લઈ રહેલા 26 અસરગ્રસ્તોના મેડિકલ રિપોર્ટ નોર્મલ આવતા તમામન હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયા છે.
લઠ્ઠાકાંડની તપાસનું નેટવર્ક સિહોર તાલુક સુધી પહોંચ્યું છે. સિહોર પોલીસે પ્રવીણ જાદવ અને અશ્વિન જાદવ નામના બે બુટલેગરોની ધરપકડ કરી છે. પૂછપરછમાં વરતેજ ગામના હરદીપ મોરી પાસેથી 54 બોટલ રોયલ સ્ટેગની બોટલ ખરીદી હોવાની આરોપીઓએ કબૂલાત આપી છે. પરંતુ લઠ્ઠાકાંડની જાણ થતા જ બંન્ને આરોપીઓએ સર અને સાગવાડી ગામના ડુંગર વિસ્તારમાં રોયલ સ્ટેગની બોટલોનો નાશ કરી દીધો હતો
લઠ્ઠાકાંડના મુખ્ય આરોપી ગૌતમ સોલંકીની ક્રાઈમ કુંડળી પણ ABP અસ્મિતાને હાથ લાગી છે. ગૌતમ સોલંકી વિરૂદ્ધ અત્યાર સુધીમાં પ્રોહિબિશનના ચાર ગુના નોંધાયા છે.. જ્યારે એક મારામારીનો ગુનો પણ પોલીસ ચોપડે નોંધાય ચૂક્યો છે. ગૌતમ સોલંકી વિરૂદ્ધ સુરત,ભાવનગર અને દાહોદમાં ગુના નોંધાયેલા હોવાનો ખુલાસો થયો છે.
લઠ્ઠાકાંડ વચ્ચે ભાવનગર જિલ્લા જેલ બહારની દિવાલ પાસેથી રોયલ સ્ટેગની બે ખાલી બોટલો મળી છે. ABP અસ્મિતા સાથેની ટેલિફોનિક વાતચીતમાં જેલ અધિક્ષકે દાવો કર્યો કે અમુલ લોકો દારૂનું સેવન કરીને ખાલી બોટલો જેલની દિવાલ પાસે ફેંકી દે છે. લઠ્ઠાકાંડ બાદ પોલીસ, નશાબંધી-આબકારી વિભાગે સતર્કતા વધારી છે. મિથેનોલના વિતરણ અંગે રાજ્યભરમાં તપાસ હાથ ધરાશે. મિથેનોલના વિતરકોના લાઈસન્સની ચકાસણી કરાશે. લાઈસન્સ ધારકો પાસે રહેલા સ્ટોકની પણ ચકાસણી શરૂ કરાશે.
લઠ્ઠાકાંડની તપાસમાં FSL રિપોર્ટ સૌથી મહત્વપૂર્ણ પુરાવા તરીકે સામે આવ્યો છે. તપાસમાં નકલી દારૂના સેમ્પલમાં 38.59 ટકા મિથેનોલ મળી આવ્યું છે, જ્યારે ઇથેનોલનું પ્રમાણ માત્ર 0.94 ટકા હતું. મિથેનોલ અત્યંત ઝેરી હોવાથી તેના સેવનથી ગંભીર અસર થઈ શકે છે.





















