શોધખોળ કરો
Advertisement
ઝાયરા બાદ આ સિંગરે ધર્મ માટે ગાવાનું છોડ્યું, કહ્યું- ઇસ્લામની સેવામાં વિતાવીશ જીવન
સિંગિંગ છોડવાનો નિર્ણય એટલા માટે કર્યો કારણ કે તેઓ પોતાની જિંદગી સંપૂર્ણ પણે ઇસ્લામી શિક્ષા અનુસાર જીવવા માંગે છે.
નવી દિલ્હીઃ જાણી પાકિસ્તાની લોક ગાયિકા શાઝિયા ખુશ્કે ગાયકીના પ્રોફેશનને હંમેશા માટે અલવીદા કહેવાનો નિર્ણય કર્યો છે. તેના આ નિર્ણયથી તેના પ્રશંસકો ખુબજ નિરાશ થયા છે. દમાદમ મસ્ત કલંદરથી સ્ટેજને ગજાવનાર આ કલાકાર હવે બાકીની ઉંમર ઈસ્લામની બંદગી કરવા માંગે છે.
શાઝિયાએ ધ એક્સપ્રેશ ટ્રિબ્યૂનને આપેલા એકમાં કહ્યું હતું કે, તેમણે સિંગિંગ છોડવાનો નિર્ણય એટલા માટે કર્યો કારણ કે તેઓ પોતાની જિંદગી સંપૂર્ણ પણે ઇસ્લામી શિક્ષા અનુસાર જીવવા માંગે છે. તેમનું કહેવું છે કે, 'હું નિર્ણય કરી ચૂકી છું કે, માર મારી બાકીની જિંદગી ઇસ્લામની સેવામાં પસાર કરવી છે.' શાઝિયાએ કહ્યું હતું કે, તેમણે આ નિર્ણય માત્ર પોતાના ધાર્મિક વિશ્વાસના કારણે લીધો છે.
તેણે પ્રશંસકોનો અંતર કરણથી આભાર વ્યક્ત કર્યો હતો. કહ્યુ કે આટલો પ્રેમ આપવા માટે ખુબ ખુબ આભાર. ગાયિકાએ કહ્યું કે મને આશા છે કે મારો આ નિર્ણય મારા પ્રશંસકો જરૂરથી વધાવી લેશે. શાઝિયાએ સિંધી, બલોચ ઘાતકી, સૈરાકી, ઉર્દૂ, કાશ્મીરી, ગુજરાતી અને પંજાબી ભાષાઓમાં પોતાના અવાજનો જાદૂ પાથર્યો હતો. તેઓ સૂફી ગાયકનીસાથે સાથે લોક કલાકાર તરીકે પણ ઓળખાય છે. શાઝિયા 45 દેશોમાં શાનદાર શો પણ કરી ચૂકી છે.
શાઝિયાએ કહ્યું કે મેં આ નિર્ણય કરતાં પહેલા ખુબ વિચાર્યું હતુ હવે આ ઈન્ડસ્ટ્રીઝમાં હું પરત નહી ફરૂ. છેલ્લા 25 વર્ષથી આ ફિલ્ડ સાથે જોડાયેલી છુ એટલે નિર્ણય કરવો મારા માટે પણ થોડો અઘરો હતો. શાઝિયાથી પહેલા બોલિવૂડ એક્ટ્રસ ઝાયરા વસીમને પણ ધર્મ માટે એક્ટિંગ કરિયર છોડવાનો નિર્ણય લીધો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બોલિવૂડ
દેશ
આઈપીએલ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion