શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
મુકેશ અંબાણી-ભૂષણ કુમાર બાદ સૌથી મોંઘી કાર ખીરદનાર ત્રીજો ભારતીય બન્યો આ સ્ટાર એક્ટર
Rolls Royce Cullinan કાર ભારતમાં અજય દેવગણ પહેલા માત્ર મુકેશ અંબાણી અને ટી-સીરીઝના માલિક ભૂષણ કુમાર પાસે જ હતી.
મુંબઈ: બોલિવૂડ સુપરસ્ટાર અજય દેવગણ લક્ઝુરીયસ કારના શોખીન માનવામાં આવે છે. તેમની પાસે અનેક મોંઘી અને લક્ઝુરીયસ કાર છે. તેની પાસે લેન્ડ રોવર, રેન્જ રોવર, મિનિ કૂપર, BMW Z4 અને આવી બીજી અનેક કાર્સ છે. પરંતુ હવે તેણે અત્યાર સુધીની સૌથી મોંઘી કાર ખરીદી છે. ‘ધ રોલ્સ રોય્સ કુલિનન.’ જે ભારતમાં તેમના પહેલા માત્ર મુકેશ અંબાણી અને ટી-સીરીઝના માલિક ભૂષણ કુમાર પાસ જ હતી.
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, અજય દેવગણે કુલિનનનો ઓર્ડર થોડાં સમય પહેલા જ આપ્યો હતો કારણ કે બધી જ કાર્સ ગ્રાહકની જરૂરિયાત મુજબ કસ્ટમાઈઝ કરીને ડિલિવર કરવામાં આવે છે. આથી જ તેની ડિલીવરીમાં થોડો સમય લાગે છે. આ અત્યાર સુધીની ભારતીય માર્કેટની સૌથી મોંઘી SUV કાર છે. રજિસ્ટ્રેશનની વિગત અનુસાર અજય દેવગણે 17 જુલાઈ 2019ના રોજ આ કાર બુક કરાવી હતી.
આ કારની એક્સ-શોરૂમ કિંમત રૂપિયા 6.95 કરોડ છે. આ કિંમત બેઝ વેરિયન્ટ માટે છે. રોલ્સ રોય્સ તેના વાહનમાં સાવ ઓછી એસેસરીઝ આપે છે. મોટાભાગના ગ્રાહકો તેમાં કશુંક ઉમેરાવાનું પસંદ કરે છે જેને કારણે તેની કિંમતમાં વધારો થાય છે. નોંધનીય છે કે, આ સેલિબ્રિટીએ ખરીદેલી પહેલી રોલ્સ રોય્સ નથી. અગાઉ મુકેશ અંબાણીએ પણ કુલીનન ખરીદી હતી જે દેશની પહેલી આવી કાર છે.
ટી-સીરીઝના ભૂષણ કુમાર પાસે લાલ રંગની રોલ્સ રોય્સ કુલિનન છે. અજય દેવગણે હજુ સુધી આ કારનો ફોટો શેર કર્યો નથી પરંતુ એક ઈન્સ્ટાગ્રામ યુઝર જયંત કુમાર સિંહે અજયના ઘરની બહાર પાર્ક કારનો ફોટો શેર કર્યો છે. કારના પરમેનન્ટ રજિસ્ટ્રેશન નંબર પર સર્ચ કરતાં આ વાહન અજય દેવગણનું હોવાનું જાણવા મળ્યું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
બોલિવૂડ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion