જણાવી દઈએ કે 26 એપ્રિલે અક્ષયે એક ટ્વિટ દ્વારા આ વર્દીને હરાજી કરવાની જાહેરાત કરી હતી. તેના બાદ ટ્વિટર પર અક્ષય અને તેની પત્નીની ખૂબ આલોચના પણ થઈ હતી.
2/4
નોટિસમાં કહેવામાં આવ્યું છે કે ફિલ્મમાં દેખાડવામાં આવેલી વર્દીની હરાજી રોકવામાં આવે, સાથે માનહાનિ થઈ તેના માટે એક લાખ દસ હજાર રૂપિયા ‘ભારત કે વીર’ અકાઉન્ટમાં જમા કરાવે. આ એકાઉન્ટ અર્ધસૈનિકદળ અને શહીદો અને તેના પરિવાર માટે ગૃહ મંત્રાલયે શરૂ કર્યું છે. રક્ષા મંત્રીને પણ આ નોટિસ આપવામાં આવી છે. જેથી હરાજી તરત રોકવામાં આવે.
3/4
મુંબઈ: ફિલ્મ ‘રુસ્તમ’માં અક્ષય કુમાર દ્વારા પહેરેલી નૌસેનાના અધિકારીની વર્દીની હરાજીને લઈને સૈન્ય અધિકારીઓ તરફથી તીખી પ્રતિક્રિયા આવી છે. આ મામલે સેનાના અધિકારીએ અક્ષય કુમાર અને ટ્વિંકલ ખન્ના સહિત એક વેબસાઈટને લીગલ નોટિસ મોકલી છે. ફિલ્મ ‘રુસ્તમ’ ની નેવી ઓફિસરના યૂનિફોર્મની હરાજી પર તાત્કાલિક રોક લગાવવા કહ્યું છે.
4/4
વર્દીની હરાજીને લઈને દિલ્હીની એક મહિલા વકિલ મારફતે 11 અધિકારીઓ, એક આઈએફ અધિકારી અને 7 રિટાયર્ડ ઓફિસર્સે અક્ષય અને ટ્વિંકલ ખન્ના અને હરાજી કરનારી કંપનીને નોટીસ મોકલી છે.