શોધખોળ કરો
Advertisement
ફિલ્મ 'સૂર્યવંશી'ના સેટ પર સફાઈ કરતી જોવા મળી કેટરીના, અક્ષય કુમારે શેર કર્યો વીડિયો
બોલીવૂડ અભિનેતા અક્ષય કુમાર અને એક્ટ્રેસ કેટરીના કૈફ ડાયરેક્ટર રોહિત શેટ્ટીની આગમી ફિલ્મ 'સૂર્યવંશી'માં જોવા મળશે.
મુંબઈ: બોલીવૂડ અભિનેતા અક્ષય કુમાર અને એક્ટ્રેસ કેટરીના કૈફ ડાયરેક્ટર રોહિત શેટ્ટીની આગમી ફિલ્મ 'સૂર્યવંશી'માં જોવા મળશે. ફિલ્મ સૂર્યવંશીના સેટ પરથી એક વીડિયો વાયરલ થયો છે. અભિનેતા અક્ષય કુમારે પોતાના ઈન્સ્ટાગ્રામ પર આ વીડિયો શેર કર્યો છે.
અક્ષય કુમારે ઇન્સ્ટાગ્રામ પર વીડિયો પોસ્ટ કર્યો છે, તેમાં કેટરીના કૈફ ઝાડું કરતી જોવા મળી રહી છે. વીડિયોમાં અક્ષય કુમારનો અવાજ સંભળાય છે. જે કેટરીનાને પૂછે છે કેટરીનાજી આપ ક્યા કર રહી હૈ ? કેટરીના કહે છે. 'સાફ-સફાઇ' અને પછી તેને હટવા માટે કહે છે.
અક્ષય કુમારે આ વીડિયો શેર કરતા કેપ્શનમાં લખ્યું, સૂર્યવંશીના સેટ પર સ્વચ્છતા અભિયાનની સૌથી નવી બ્રાન્ડ એમ્બેસેડર. અક્ષય કુમાર અને એક્ટ્રેસ કેટરીના કૈફ 2009માં ફિલ્મ તીસ માર ખાનમાં સાથે જોવા મળ્યા હતા. અક્ષય અને કેટરીનાએ કેટલીય સફળ ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. પ્રથમવાર બંને 2007માં આવેલી ફિલ્મ 'નમસ્તે લંડન'માં જોવા મળ્યા હતા. 'સૂર્યવંશી' આવતાં વર્ષે રિલીઝ થશે.View this post on InstagramSpotted : The newest #SwachhBharat brand ambassador on the sets of #Sooryavanshi 😬 @katrinakaif #BTS
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion