આ અગાઉ પણ રણબીર કપૂર પોતાના અફેર અને લગ્નને લઇને અનેકવાર મીડિયા સામે બોલી ચૂક્યો છે. હવે બન્ને ખુલીને એકબીજાના રિલેશનશિપને લઇને બોલવા લાગ્યા છે.
3/5
આલિયાએ કહ્યું કે, હું અફવાઓ પર ધ્યાન નથી આપતી, અફવાઓ કંઇક બોલવા કે જવાબ આપવા માટે યાગ્ય નથી હોતી. તેને કહ્યું મને બાળપણથી જ મીડિયા અટેન્શન મળી રહ્યું છે. એટલે મને આદત પડી ગઇ છે. આવી રીતના સમાચારોથી મને કંઇજ ફરક નથી પડતો.
4/5
એક ન્યૂઝ ચેનલ પર આપેલા ઇન્ટરવ્યૂમાં આલિયા ભટ્ટે કહ્યું કે, સૉરી હું સિંગલ નથી, આલિયાએ કહ્યું કે, તે 30 વર્ષની ઉંમર થતાં પહેલા લગ્ન કરીને લોકોને સરપ્રાઇઝ આપી શકે છે. આલિયાએ કહ્યું કે, તે લિવ ઇન રિલેશનશિપમાં વિશ્વાસ નથી કરતી. આવામાં તે પાર્ટનરની સાથે લગ્ન જ કરશે.
5/5
મુંબઇઃ રણબીર કપૂર અને આલિયા ભટ્ટ કેટલાય મહિનાઓથી એકબીજાને ડેટ કરી રહ્યાં છે. બન્નેએ ઘણીવાર ઇશારા ઇશારાઓમાં ડેટિંગના સમાચારોને કન્ફોર્મ કરી ચૂક્યા છે. પણ હવે આલિયા ભટ્ટે ખુલીને એ કહી દીધુ છે કે તે સિંગલ નથી. એટલું જ નહીં આલિયા ભટ્ટે પોતાના લગ્નને લઇને હિન્ટ પણ આપી દીધી છે.