શોધખોળ કરો
બોલિવૂડની આ એક્ટ્રેસ 2019ની સૌથી સેક્સી એશિયાઇ મહિલા બની
બ્રિટનના સાપ્તાહિક અખબાર ‘ઇસ્ટર્ન આઇ’ દ્ધારા જાહેર વાર્ષિક યાદીમાં આ એક્ટ્રેસ માટે આ વર્ષ શાનદાર ગણાવ્યું છે.

મુંબઇઃ બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટને 2019ની સૌથી સેક્સી એશિયાઇ મહિલા અને એક્ટ્રેસ દીપિકા પાદુકોણને આખા દાયકાની સૌથી સેક્સી મહિલા પસંદ કરવામાં આવી છે. લંડનમાં બુધવારે જાહેર કરાયેલા એક ઓનલાઇન પોલમાં બંન્નેની પસંદગી કરવામાં આવી છે. બ્રિટનના સાપ્તાહિક અખબાર ‘ઇસ્ટર્ન આઇ’ દ્ધારા જાહેર વાર્ષિક યાદીમાં આલિયા ભટ્ટ માટે આ વર્ષ શાનદાર ગણાવ્યું છે. આલિયા ભટ્ટે આ વર્ષની પોતાની એક્ટિગના દમ પર અનેક એવોર્ડ જીત્યા છે સાથે તે 2020 ઓસ્કર માટે ભારતની સતાવાર એન્ટ્રીમાં તેમની ફિલ્મ ગલી બોય છે. આલિયા ભટ્ટે તેમના પક્ષમાં કરવામાં આવેલા મતદાન પર ખુશી વ્યક્ત કરતા કહ્યું કે, મારું હંમેશાથી માનવું રહ્યું છે કે સાચી સુંદરતા જે દેખાય છે તેનાથી અનેક ગણી વધુ હોય છે અને તે સૌથી વધુ મહત્વ ધરાવે છે. આપણે વૃદ્ધ થઇ જઇશું. આપણે કેવા દેખાઇએ છીએ જે સમયની સાથે બદલાઇ જશે પરંતુ તમારુ દીલ સારુ હોવું હંમેશાથી સુંદર બનાવી રાખે છે અને આપણે તેના પર ધ્યાન આપવું જોઇએ. સેક્સિએટ એશિયન મહિલા લિસ્ટ ઓનલાઇન વોટ, મીડિયા કવરેજ, વિવિધ સોશિયલ મીડિયા પર મળનારી પ્રતિક્રિયાના આધાર પર તૈયાર થાય છે. ઇસ્ટર્ન આઇના એન્ટરટેઇમેન્ટ એડિટર અને આ યાદીની શરૂઆત કરનારા અસજાદ નઝીરે કહ્યુ કે, આલિયા ભટ્ટ જેવું મોટું નામ હાલમાં કોઇ નથી. આગામી દાયકામાં બોલિવૂડ ક્વીનની જેમ રાજ કરતા તેને કોઇ રોકી નહી શકે.
વધુ વાંચો




















