બાદમાં તેણે એસએમએસ દ્વારા આઈએએનએસ સાથે આ વાતની પુષ્ટિ કરી અને કહ્યું કે તે આલોકનાથ જ છે. મને લાગે છે કે સંસ્કારી કહેવું પૂરતું હશે. #MeToo મૂવમેન્ટે નંદાને પણ પોતાની દુખદ કહાની કહેવા માટે પ્રેરિત કરી. નોંધનીય છે કે, સિને એન્ડ ટીવી આર્ટિસ્ટ એસોસિએશને આ ઘટના સામે આવ્યા બાદ આલોકનાથનો નોટિસ મોકલી તેનો પક્ષ રાખવા કહ્યું હતું.
2/5
આ મામલે આલોક નાથે કહ્યું હતું કે, આ એવો સમય છે જ્યારે મહિલાઓ જે કહેશે તેને સાચું જ માનવામાં આવશે. માટે તે તેને લાંબું ખેંચવા માગતા નથી. સિંટાએ આલોક નાથનું સભ્યપદ રદ કરવા માટે નિવેદન પણ જારી કર્યું હતું.
3/5
4/5
મુંબઈઃ મીટૂના આરોપથી ઘેરાયેલ દિગ્ગજ અભિનેતા આલોક નાથની મુશ્કેલીમાં વધારો થયો છે. મુંબઈ પોલીસે પ્રોડ્યૂસર વિનતા નંદાની ફરિયાદ પર અભિનેતા આલોક નાથ વિરૂદ્ધ એફઆઈઆર નોંધી છે. વિનતા નંદાએ અંદાજે 40 દિવસ પહેલા આલોક નાથ પર મીટૂ અંતર્ગત આરોપ લગાવ્યો હતો. અભિનેતા આલોક નાથ પડદા પર પોતાની સંસ્કારી છબી માટે ઓળખાય છે. તેણે ટીવી સીરિયલ બુનિયાદ સહિત અનેક ટીવી સીરિયલ અને ફિલ્મોમાં કામ કર્યું છે.
5/5
નોંધનીય છે કે, 1990ના દાયકાની જાણીતી સીરિયલ તારાના લેખીકા અને નિર્માતા વિનતા નંદાએ અભિનેતા આલોક નાથ પર અંદાજે બે દાયકા પહેલા તેની સાથે દુષકર્મ કરવાનો આરોપ લગાવ્યો હતો. વિનતા નંદાએ પોતાના ફેસબુક પોસ્ટમાં લખ્યું, હું આ સમય આવાવની 19 વર્ષથી રાહ જોઈ રહ્યા છે. નંદા દ્વારા પોસ્ટમાં સંસ્કારી, મુખ્ય અભિનેતા અને એ દશકનો સ્ટાર જેવા શબ્દનો ઉલ્લેખ કરીને આલોક નાથ તરફ ઈશારો કર્યો હતો.