શોધખોળ કરો

UP film city: નોઈડાની સાથે જ યુપીના આ શહેરમાં ખુલશે રિજનલ ફિલ્મ સિટી, મુંબઈની કંપની સાથે થયા એમઓયુ

ભોજપુરી ભાષામાં સૌથી મોંઘી ફિલ્મના શૂટિંગ બાદ હવે રિજનલ ફિલ્મ સિટીનું અસ્તિત્વ પણ ગોરખપુરમાં જોવા મળશે. મુંબઈના એક મોટા ઉદ્યોગપતિએ રિજનલ ફિલ્મ સિટી માટે રાજ્ય સરકાર સાથે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે.

UP film city: સીએમ યોગીની પહેલ પર નોઇડામાં ફિલ્મ સિટી સાથે  પૂર્વાંચલમાં પ્રાદેશિક ફિલ્મ સિટી ખોલવાની તૈયારીઓ ચાલી રહી છે. તેના કારણે પૂર્વાંચલની પ્રતિભાઓએ બહાર જવું પડશે નહીં. ભોજપુરી ભાષામાં સૌથી મોંઘી ફિલ્મના શૂટિંગ બાદ હવે રિજનલ ફિલ્મ સિટીનું અસ્તિત્વ પણ ગોરખપુરમાં જોવા મળશે.

યુપી શહેરમાં ખુલશે ફિલ્મ સિટી 

મુંબઈના એક મોટા ઉદ્યોગપતિએ રિજનલ ફિલ્મ સિટી માટે રાજ્ય સરકાર સાથે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે. ઉદ્યોગપતિઓ 500 કરોડનું રોકાણ કરશે. સાંસદ રવિ કિશન શુક્લાની પહેલ પર હસ્તાક્ષર કરાયેલા આ એમઓયુને લાગુ કરવા માટે જિલ્લા વહીવટીતંત્ર જમીન શોધી રહ્યું છે. મુંબઈ સ્થિત બિઝનેસમેન અતુલ ગર્ગે રિજનલ ફિલ્મ સિટી માટે રાજ્ય સરકાર સાથે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે. 500 કરોડના રોકાણ સાથે 2000થી વધુ લોકોને પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગાર મળશે. બહેતર કનેક્ટિવિટીના સંદર્ભમાં ગોરખપુર ફિલ્મ સિટી માટે વધુ સારો વિકલ્પ હોવાનું કહેવાય છે. જણાવી દઈએ કે ગોરખપુર ક્ષેત્ર ભોજપુરી અને નેપાળી સિનેમાનું હબ બની ગયું છે.

મુંબઈના ઉદ્યોગપતિએ રાજ્ય સરકાર સાથે કર્યા એમઓયુ 

અનુમાન મુજબ અત્યારે ભોજપુરી ફિલ્મ ઈન્ડસ્ટ્રી 2000 કરોડથી વધુની ઈન્ડસ્ટ્રી બની ગઈ છે. આગામી દિવસોમાં રાજ્યમાં ભોજપુરીની સાથે અવધી, બુંદેલખંડી, બ્રિજ અને અન્ય પ્રાદેશિક સિનેમાનો ઉદભવ થવાની સંભાવના છે. સાંસદ રવિ કિશન પણ ગોરખપુરમાં ફિલ્મ સિટી માટે ઘણા સમયથી પ્રયાસ કરી રહ્યા છે. ખુદ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ ગોરખપુરમાં પ્રાદેશિક ફિલ્મ સિટી બનાવવા માટે વિવિધ મંચો પરથી અનેકવાર સંકેત આપ્યા છે.

ગોરખપુરમાં ફિલ્મ સિટી માટે જમીન આપવામાં આવશે 

સંસદ સભ્ય રવિકિશનના જણાવ્યા અનુસાર રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સારી હોવાને કારણે રોકાણનું વાતાવરણ ઊભું થયું છે. નોઈડામાં ફિલ્મ સિટી આવી રહી છે. હવે 500 કરોડના રોકાણ સાથે પૂર્વાંચલના કેન્દ્ર ગોરખપુરમાં પ્રાદેશિક ફિલ્મ સિટીની સ્થાપના કરવામાં આવશે. આ માટે ઉદ્યોગપતિને ટૂંક સમયમાં જમીન આપવામાં આવશે. તેનાથી ગોરખપુરના કલાકારોને કામ મળશે અને હજારો લોકોને રોજગાર મળશે.

આ પણ વાંચો: Ram Charan Baby: રામચરણની પત્ની અમેરિકામાં આપશે બાળકને જન્મ? ઉપાસનાએ આપ્યો જવાબ

Ram Charan Baby: સાઉથ એક્ટર રામ ચરણ અને તેની પત્ની ઉપાસના કામિનેની તેમના પ્રથમ બાળકના સ્વાગત માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. બંને આ દિવસોમાં અમેરિકામાં છે અને ઉપાસના ટૂંક સમયમાં માતા બનવાની છે. આવી સ્થિતિમાં લોકોને લાગે છે કે તેઓ તેમના બાળકને ત્યાં જ જન્મ આપશે. પરંતુ બંનેએ ઇનકાર કર્યો હતો કે તેઓ તેમના બાળકનું અમેરિકામાં સ્વાગત નહી કરે. ઉપાસના ભારતની હોસ્પિટલોના ખૂબ વખાણ કરે છે અને તે અહીં પોતાના બાળકને જન્મ આપશે.

ઉપાસના કામિનેની કોનિડેલા, ટોચની ઉદ્યોગપતિ અને અભિનેતા રામ ચરણની પત્ની, ભારતમાં તેમના પ્રથમ બાળકનું સ્વાગત કરવા માટે તૈયાર છે. દંપતીએ ડિસેમ્બર 2022માં તેમની પ્રથમ ગર્ભાવસ્થાની જાહેરાત કરી હતી. ઉપાસના જેઓ એપોલો હોસ્પિટલ્સમાં CSRના વાઈસ ચેરપર્સન પણ છે, જેમને તે વર્ષોથી ઓળખે છે, તે પોતાના દેશમાં બાળકને જન્મ આપવા માટે ઉત્સાહિત છે.

ઉપાસનાએ જણાવ્યું કે બાળકને ક્યાં આપશે જન્મ ? 

લોકપ્રિય ન્યૂઝ શો 'ગુડ મોર્નિંગ અમેરિકા'માં રામ ચરણને જોયા બાદ લોકોએ અનુમાન લગાવવાનું શરૂ કર્યું કે આ કપલ અમેરિકામાં જ તેમના પ્રથમ બાળકનું સ્વાગત કરવાની યોજના બનાવી રહ્યું છે. જોકે, ઉપાસનાએ ટ્વિટર પર સ્પષ્ટ કર્યું કે તેની ડિલિવરી ભારતમાં થશે.

ઉપાસનાએ દેશની હોસ્પિટલો વિશે કહી આ વાત 

ઉપાસનાએ કહ્યું કે હું મારા દેશ- ભારતમાં મારા પહેલા બાળકને જન્મ આપવા માટે ખૂબ જ ઉત્સાહિત છું. અપોલો હોસ્પિટલમાં વિશ્વ સ્તરીય મેડિકલ ઓબી/જિવાઇઅન ટીમ સાથે સરાઉન્ડ છે. જેમાં ડો સુમના મનોહર, ડો રૂમા સિંહા સાથે ગુડ મોર્નિંગ અમેરિકા શોની ડો જેનિફર એસ્ટન પણ સામેલ હતી. આ સફર અમારા માટે અનેક શાનદાર અનુભવ લઈને આવી છે અને અમે અમારા જીવનમાં આ નવા તબક્કાની ખૂબ જ આતુરતાથી રાહ જોઇ રહ્યા છીએ. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Allu arjun arrest: સંધ્યા થિયેટર કેસમાં  સાઉથના અભિનેતા  અલ્લુ અર્જુનની ધરપકડ
Allu arjun arrest: સંધ્યા થિયેટર કેસમાં સાઉથના અભિનેતા અલ્લુ અર્જુનની ધરપકડ
Ahmedabad: પ્રજાના પૈસે અમદાવાદના કોર્પોરેટરો કશ્મીરમાં કરશે “જલસા” થશે 2 કરોડ રૂપિયાનો ધુમાડો
Ahmedabad: પ્રજાના પૈસે અમદાવાદના કોર્પોરેટરો કશ્મીરમાં કરશે “જલસા” થશે 2 કરોડ રૂપિયાનો ધુમાડો
પતંગ રસિયાઓ માટે અંબાલાલ પટેલની મોટી આગાહી, ઉત્તરાયણમાં કેટલાક વિસ્તારોમાં તૂટી પડશે વરસાદ
પતંગ રસિયાઓ માટે અંબાલાલ પટેલની મોટી આગાહી, ઉત્તરાયણમાં કેટલાક વિસ્તારોમાં તૂટી પડશે વરસાદ
RBI Bomb Threat: RBIને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, રશિયન ભાષામાં મોકલવામાં આવ્યો ઇમેલ
RBI Bomb Threat: RBIને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, રશિયન ભાષામાં મોકલવામાં આવ્યો ઇમેલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Allu Arjun Arrest| બોક્સ ઓફિસ પર ધુમ મચાવનાર પુષ્પા ફેમ અલ્લુ અર્જુનની કરાઈ ધરપકડ,જાણો શું છે મામલો?Amreli Earthquake: અમરેલીમાં ધ્રુજી ગઈ ધરા, 42 કિમી દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ| Abp AsmitaGujarat Weather Updates : સૌરાષ્ટ્રમાં હજુ બે દિવસ કોલ્ડવેવની આગાહી, યલો એલર્ટ જાહેરIndia Weather Updates: દેશના આટલા રાજ્યોમાં ઠંડી બોલાવશે ભુક્કા, ક્યાં છવાઈ બરફની ચાદર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Allu arjun arrest: સંધ્યા થિયેટર કેસમાં  સાઉથના અભિનેતા  અલ્લુ અર્જુનની ધરપકડ
Allu arjun arrest: સંધ્યા થિયેટર કેસમાં સાઉથના અભિનેતા અલ્લુ અર્જુનની ધરપકડ
Ahmedabad: પ્રજાના પૈસે અમદાવાદના કોર્પોરેટરો કશ્મીરમાં કરશે “જલસા” થશે 2 કરોડ રૂપિયાનો ધુમાડો
Ahmedabad: પ્રજાના પૈસે અમદાવાદના કોર્પોરેટરો કશ્મીરમાં કરશે “જલસા” થશે 2 કરોડ રૂપિયાનો ધુમાડો
પતંગ રસિયાઓ માટે અંબાલાલ પટેલની મોટી આગાહી, ઉત્તરાયણમાં કેટલાક વિસ્તારોમાં તૂટી પડશે વરસાદ
પતંગ રસિયાઓ માટે અંબાલાલ પટેલની મોટી આગાહી, ઉત્તરાયણમાં કેટલાક વિસ્તારોમાં તૂટી પડશે વરસાદ
RBI Bomb Threat: RBIને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, રશિયન ભાષામાં મોકલવામાં આવ્યો ઇમેલ
RBI Bomb Threat: RBIને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, રશિયન ભાષામાં મોકલવામાં આવ્યો ઇમેલ
Stock Market Crash: સેન્સેક્સમાં 1100 પોઇન્ટનો કડાકો, રોકાણકારોને સાત લાખ કરોડ રૂપિયાનું નુકસાન
Stock Market Crash: સેન્સેક્સમાં 1100 પોઇન્ટનો કડાકો, રોકાણકારોને સાત લાખ કરોડ રૂપિયાનું નુકસાન
પીએમ કિસાનના લાભાર્થીઓ સાથે થઇ રહી છે ઓનલાઇન છેતરપિંડી, સરકારે ખેડૂતોને કર્યા એલર્ટ
પીએમ કિસાનના લાભાર્થીઓ સાથે થઇ રહી છે ઓનલાઇન છેતરપિંડી, સરકારે ખેડૂતોને કર્યા એલર્ટ
H-1B વિઝાધારકોના જીવનસાથીઓ માટે સારા સમાચાર, વર્ક પરમિટને આટલા દિવસ વધારવા તૈયાર અમેરિકા
H-1B વિઝાધારકોના જીવનસાથીઓ માટે સારા સમાચાર, વર્ક પરમિટને આટલા દિવસ વધારવા તૈયાર અમેરિકા
Look back 2024: OTT પર 2024માં આ સેલેબ્સે કર્યું ડેબ્યૂ, સ્ટારકિડથી લઇને દિગ્ગજ સ્ટાર્સ પણ સામેલ
Look back 2024: OTT પર 2024માં આ સેલેબ્સે કર્યું ડેબ્યૂ, સ્ટારકિડથી લઇને દિગ્ગજ સ્ટાર્સ પણ સામેલ
Embed widget