શોધખોળ કરો
Advertisement
વેન્ટિલેટર પર છે ‘ગંદી બાત’ફેમ એક્ટ્રેસ, ડોક્ટરે કહ્યું- હાલમાં કંઈ કહી શકાય એમ.....
અહેવાલ અનુસાર ગહના પ્રોપર ડાઈટ વિના સતત 48 કલાકથી શૂટિંગ કરી રહી હતી જેના કારણે તે બેભાન થઈ ગઈ.
નવી દિલ્હીઃ ટીવી એક્ટ્રેસ ગહના વશિષ્ઠ ગુરુવારે શૂટિંગ દરમિયાન અચાનક બેભાન થઈ ગઈ. ગહના મડ આઈલેન્ડમાં પોતાની અપકમિંગ વેબ સીરીઝનું શૂટિંગ કરી રહી હતી ત્યારે અચાનક સાંજે 4-30 કલાકે તે બેભાન થઈ ઈ. ત્યાર બાદ તેણે મલાડની રક્ષા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. સ્પોટબોયના અહેવાલ અનુસાર ડોક્ટર્સે ગહનાની સ્થિતિ ગંભીર હોવાનું જણાવ્યું છે. હાલ તેને વેન્ટિલેટર પર રાખવામાં આવી છે.
રક્ષા હોસ્પિટલના ડોક્ટર પ્રણવ કાબરાએ કહ્યું કે, ‘ગહના પ્રારંભિક સારવારમાં કોઈ રિસપોન્સ આપી રહી નથી. તેમને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી રહી છે. તેને વેન્ટિલેટર પર રાખવામાં આવી છે. કે જેથી તેને પુરતો ઓક્સિજન મળી શકે. તેની હાલત અત્યારે ખૂબ જ ખરાબ છે. તેમને ઓબર્વેઝન હેઠળ રાખી છે.
અહેવાલ અનુસાર ગહના પ્રોપર ડાઈટ વિના સતત 48 કલાકથી શૂટિંગ કરી રહી હતી જેના કારણે તે બેભાન થઈ ગઈ. ડોક્ટર્સ અનુસાર, તે ડાયાબિટીસથી પણ પીડિત છે, તેનું બીપી ખૂબ લો છે. અમને કહેવામાં આવ્યું કે તેણે થોડું એનર્જી ડ્રિંક્સ લીધું છે. તે ડાયાબિટીઝ અને બીજી કેટલીક બીમારીઓ માટે દવાઓ પણ લેતી હતી. હજી સુધી તે જાણી શકાયું નથી કે તેણે કંઈ ખાધું તેનાથી કોઈ પ્રોબ્લેમ થયો છે કે કંઈ બીજું છે.
ગહના સાથે હોસ્પિટલમાં ગયેલા લોકોએ કહ્યું કે, અભિનેત્રી ફક્ત એનર્જી ડ્રિંક્સ જ લેતી હતી. તેણે 36 કલાક સુધી કંઈપણ ખાધું ન હતું. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો ગહના હાલમાં વેબ સિરીઝ ડર્ટી ટોકમાં જોવા મળી હતી. તે સ્ટાર પ્લસના શો બહનમાં મુખ્ય ભૂમિકામાં હતી. 2012માં તેણે મિસ એશિયા બિકીની સ્પર્ધાનું ટાઈટલ પણ જીત્યું હતું. તેણે છેલ્લા 5 વર્ષમાં 30થી વધુ સાઉથ ફિલ્મોમાં પણ કામ કર્યું છે.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સુરત
ક્રિકેટ
ગુજરાત
ગુજરાત
Advertisement