ઝુંડ ફિલ્મનું શૂટિંગ નાગપુર અને એની આસપાસના ગ્રામ વિસ્તારોમાં થઇ રહ્યું છે. અમિતાભ બચ્ચને કેટલાક ફોટોગ્રાફ્સ શૅર કરતાં સોશ્યલ મિડિયા પર લખ્યું કે બડે દિનો કે બાદ ગાંવ કી ખટીયાં ઔર બૈલગાડી કી સવારી કરી. બળદગાડા ઉપરાંત અન્ય એક ફોટોગ્રાફમાં અમિતાભ ખાટલા પર અને અન્ય એક તસવીરમાં બસમાં બારીની સીટ પર બેઠેલા જોવા મળે છે.
2/4
અમિતાભ બચ્ચને પોતાના ટ્વિટર એકાઉન્ટ પર કેટલીક તસવીરો શેર કરી છે જેમાં તે ખેતરમાં ખાટલા પર સુતા જોવા મળી રહ્યા છે. એક તસવીરમાં અમિતાભ બળદ ગાડાની સવારી કરતા જોવા મળી રહ્યા છે.
3/4
મુંબઈ: અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રીય રહે છે. તેમનો ઈન્ટરનેટ પર એક ઈ ફેન ક્લબ પણ છે. એવામાં એક ફેને અમિતાભને પુછ્યું તમે છેલ્લે બસમાં મુસાફરી ક્યારે કરી હતી તો અમિતાભે તેના જવાબમાં પોતાની નવી ફિલ્મ ઝુંડની કેટલીક તસવીરો શેર કરી હતી.
4/4
નેશનલ એવોર્ડ વિજેતા મરાઠી ફિલ્મ સૈરાટના ડાયરેક્ટર નાગરાજ મંજુલની ફિલ્મ ઝુંડ અમિતાભ બચ્ચન કરી રહ્યા છે. સૈરાટ પરથી કરણ જોહરે હિન્દીમાં ધડક ફિલ્મ બનાવી હતી જેમાં જાન્હવી અને ઇશાન ખટ્ટરે મુખ્ય ભૂમિકા ભજવી હતી.