શોધખોળ કરો
અમિતાભ બચ્ચન સાથે 20 વર્ષ બાદ ફરી રોમાન્સ કરતી જોવા મળશે બાહુબલીની આ એક્ટ્રેસ

મુંબઈઃ એક્ટર અમિતાભ બચ્ચન અને બાહુબલી એક્ટ્રેસ રામ્યા કૃષ્ણન 20 વર્ષ પછી ફરી વખત ફિલ્મમાં સાથે જોવા મળશે. બન્ને ફિલ્મ Uyarntha Manithanમાં જોવા મળશે. અમિતાભ પ્રથમ વખત કોઈ તમિલ ફિલ્મમાં કામ કરતા જોવા મળશે. Tamilvaanan આ ફિલ્મને ડાયરેક્ટ કરી રહ્યા છે. આ ફિલ્મ હિન્દી ભાષામાં પણ આવશે. ફિલ્મના કેટલાક હિસ્સાનું શૂટિંગ મુંબઈમાં ચાલી રહ્યું છે. અહેવાલ છે કે બન્ને સ્ક્રીન પર રોમાન્સ કરતાં જોવા મળશે.
જણાવીએ કે, આ પહેલા બન્ને અમિતાભ બચ્ચન અને રામ્યા કૃષ્ણનને ફિલ્મ બડે મિયાં છોટે મિયાંમાં જોવા મળ્યા હતા. આ ફિલ્મ 1998માં રિલીઝ થઈ હતી. ફિલ્મમાં બન્નેની એક્ટિંગના ખૂબ વખાણ થયા હતા. ફિલ્મમાં ગોવિંદા અને રવીના ટંડન પણ મહત્ત્વની ભૂમિકમાં હતી. આઈએએનએસ સાથે વાતચીતમાં ડાયરેક્ટરે જણાવ્યું કે, ‘રામ્યા મેમને અમિત જી સાથે પેર કરવામાં આવ્યા છે. ઓડિયન્સ બન્નેને અનોખી ભૂમિકાઓમાં જોઈ શકશે. આ પ્રકારના શાનદાર એક્ટર્સને એક સાથે લાવવા અને તેની સાથે કામ કરવાનું વાસ્તવમાં રોમાંચક છે. હાલમાં અમે મુંબઈમાં શૂટિંગ કરી રહ્યા છીએ.’
જણાવીએ કે, આ પહેલા બન્ને અમિતાભ બચ્ચન અને રામ્યા કૃષ્ણનને ફિલ્મ બડે મિયાં છોટે મિયાંમાં જોવા મળ્યા હતા. આ ફિલ્મ 1998માં રિલીઝ થઈ હતી. ફિલ્મમાં બન્નેની એક્ટિંગના ખૂબ વખાણ થયા હતા. ફિલ્મમાં ગોવિંદા અને રવીના ટંડન પણ મહત્ત્વની ભૂમિકમાં હતી. આઈએએનએસ સાથે વાતચીતમાં ડાયરેક્ટરે જણાવ્યું કે, ‘રામ્યા મેમને અમિત જી સાથે પેર કરવામાં આવ્યા છે. ઓડિયન્સ બન્નેને અનોખી ભૂમિકાઓમાં જોઈ શકશે. આ પ્રકારના શાનદાર એક્ટર્સને એક સાથે લાવવા અને તેની સાથે કામ કરવાનું વાસ્તવમાં રોમાંચક છે. હાલમાં અમે મુંબઈમાં શૂટિંગ કરી રહ્યા છીએ.’ વધુ વાંચો




















