શોધખોળ કરો
ફેસબુકથી નારાજ થયા અમિતાભ બચ્ચન, જાણો ક્યાં કરી ફરિયાદ
1/2

નોંધનીય છે કે અમિતાભને તેમના પ્રશંસકોને પોતાની રોજિંદી લાઇફસ્ટાઇલથી અપડેટ રાખવાનું ગમે છે. ફેસબૂક અને ટ્વિટ્ટર બન્ને પર તેમના 2.70 કરોડથી વધુ ફોલોઅર્સ છે. તેઓ છેલ્લા કેટલાક વર્ષોથી નિયમિત રીતે બ્લોગ પણ લખી રહ્યા છે. વર્ક ફ્રન્ટ પર હાલ તેઓ સુપરસ્ટાર આમિર ખાન સાથે માલ્ટામાં 'ઠગ્સ ઓફ હિન્દોસ્તાં' ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે.
2/2

મુંબઈઃ અમિતાભ બચ્ચન પોતાના ફેસબુક એકાઉન્ટના તમામ ફીચર્સનો ઉપયગો કરી શકતા ન હતા માટે તેમણે રવિવારે સોશિયલ નેટવર્કિંગ સાઈટ ફેસબુકને ફરિયાદ કરી. અમિતાભ બચ્ચને રવિવારે ટ્વિટ પર લખ્યું, હેલો ફેસબુક. જાગો. મારું ફેસબુક પેજ સંપૂર્ણ રીતે ઓપન નથી થઈ રહ્યું. આ ઘણાં દિવસોથી આવું થઈ રહ્યું છે! ફરિયાદ કરવા માટે આ માધ્યમનો ઉપયોગ કરવો પડ્યો.દુ:ખદ.
Published at : 26 Jun 2017 07:59 AM (IST)
View More























