Ram Janmabhoomi Film: રામ જન્મભૂમિના ઈતિહાસ પર બનશે ફિલ્મ, અમિતાભને થઈ મોટી ઓફર
દિગ્ગજ અભિનેતા અમિતાભ બચ્ચનને શ્રીરામ જન્મભૂમિના ઈતિહાસ પર આધારીત બનનારી એક ફિલ્મમાં અવાજ આપવાનો અનુંરોધ કરવામાં આવ્યો છે. શ્રીરામ મંદિર નિર્માણ સમિતિએ એક નિવેદનમાં આ જાણકારી આપી હતી.
![Ram Janmabhoomi Film: રામ જન્મભૂમિના ઈતિહાસ પર બનશે ફિલ્મ, અમિતાભને થઈ મોટી ઓફર Amitabh Requested to lend his voice to film on history of ShriRam Janmabhoomi Ayodhya Ram Janmabhoomi Film: રામ જન્મભૂમિના ઈતિહાસ પર બનશે ફિલ્મ, અમિતાભને થઈ મોટી ઓફર](https://static.abplive.com/wp-content/uploads/sites/2/2016/05/22182334/Amitabh-Bachchan-2.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Ram Janmabhoomi Film: અમિતાભ બચ્ચન તેમના અભિનયની સાથો સાથ તેમના અવાજને લઈને પણ જાણિતા છે. તેઓ અનેક ફિલ્મોમાં પોતાનો અવાજ આપી ચુક્યાં છે. હવે બિગ બીનો અવાજ એક મોટી અને ઐતિહાસિક ફિલ્મમાં સાંભળવા મળે તો નવાઈ નહીં.
દિગ્ગજ અભિનેતા અમિતાભ બચ્ચનને શ્રીરામ જન્મભૂમિના ઈતિહાસ પર આધારીત બનનારી એક ફિલ્મમાં અવાજ આપવાનો અનુંરોધ કરવામાં આવ્યો છે. શ્રીરામ મંદિર નિર્માણ સમિતિએ એક નિવેદનમાં આ જાણકારી આપી હતી.
શ્રીરામ મંદિર નિર્માણ સમિતિએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ફિલ્મના નિર્માણની દેખરેખ માટે એક સમિતિની રચના કરવામાં આવી છે, જેમાં લેખક અને ફિલ્મ સેન્સર્સ બોર્ડના અધ્યક્ષ પ્રસૂન જોશી, ફિલ્મ નિર્દેશક ડૉ. ચંદ્રપ્રકાશ દ્વિવેદી, જાણીતા લેખક યતીન્દ્ર મિશ્રા અને ઈન્દિરા ગાંધી નેશનલ સેન્ટર ફોર આર્ટ્સના સચિવ સચ્ચિદાનંદ જોશીનો સમાવેશ થાય છે. શ્રીરામ મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રા દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, અભિનેતા અમિતાભ બચ્ચનને ફિલ્મના વર્ણન માટે અવાજ આપવા માટે વિનંતી કરવામાં આવી છે.
આ ચેનલ પર પ્રસારીત થશે ફિલ્મ
શ્રીરામ જન્મભૂમિના ઈતિહાસને લઈને આ ફિલ્મ દૂરદર્શન ચેનલ પર પ્રસારિત કરવામાં આવશે. હાલ રામ મંદિરના નિર્માણનું કામ ચાલી રહ્યું છે. ટ્રસ્ટે મંદિરના નિર્માણના પ્રથમ તબક્કાનું કામ પૂર્ણ કરવા માટે ડિસેમ્બર 2023નો સમય નક્કી કર્યો છે. જો બધુ યથાવત રીતે મુજબ ચાલશે તો જાન્યુઆરી 2024માં મુખ્ય મંદિરના દરવાજા તમામ ભક્તો માટે ખુલા મુકવામાં આવશે. કામ ઝડપથી ચાલી રહ્યું છે. તો ટ્રસ્ટનો એવો પણ દાવો છે કે મંદિર નિર્માણનું કામ સમય પહેલા પુરૂ થઈ જશે.
અત્યાર સુધીમાં કેટલું કામ થયું?
રામ મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાએ ગયા મહિને જ કહ્યું હતું કે, અત્યાર સુધીમાં 50 ટકા કામ પૂર્ણ થઈ ચુક્યું છે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે, કામ ડિસેમ્બર 2023 સુધીમાં પૂર્ણ થઈ જશે. ઉલ્લેખનીય છે કે, 9 નવેમ્બર 2019ના રોજ તત્કાલિન ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની અધ્યક્ષતાવાળી 5 જજોની બંધારણીય બેંચના નિર્ણય બાદ મંદિર નિર્માણનો રસ્તો સાફ થઈ ગયો હતો.
સેનાના અપમાન બદલ અભિનેત્રી પર ભડક્યા અનુપમ ખેર, ખેલાડી પણ લાલઘુમ
બોલિવુડ અભિનેત્રી રિચા ચઢ્ઢાએ ભારત-ચીન સરહદે આવેલી ગલવાન વેલીને લઈને કરેલુ ટ્વિટ હવે તેને જ ભારે પડી રહ્યું છે. આ ટ્વિટને સેનાના અપમાન સાથે જોડવામાં આવ્યા બાદ અનેક લોકોએ રિચાની બરાબરની ઝાટકણી કાઢી હતી અને હવે બોલિવૂડના દિગ્ગજ અભિનેતા અનુપમ ખેરે પણ રિચાની આકરી નિંદા કરી હતી. ખેલાડી તરીકે ઓળખાતા અભિનેતા અક્ષય કુમારે પણ રિચાના આ નિવેદન બદલ નારાજગી વ્યક્ત કરી હતી.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)