શોધખોળ કરો
Advertisement
વધુ એક એક્ટ્રેસે કર્યો આપઘાત, જાણો પરિવારે કોની સામે સેક્સ્યુઅલ હેરેસમેન્ટનો કર્યો આક્ષેપ ?
પોલીસે દેવરજાને પકડવા માટે આંધ્રાપ્રદેશના કાકીનાડા શહેરમાં એક ટીમ મોકલી છે.
હૈદરાબાદઃ તેલુગુ ટેલિવિઝન એક્ટ્રેસ કોંડાપલ્લી શ્રાવણીએ હૈદરાબાદમાં પોતાના ઘરે કથિત રીતે આત્મહત્યા કરી લીધી છે. પોલીસે બુધવારે આ જાણકારી આપી. 26 વર્ષીય શ્રાવણીએ મંગળવારે મધુરગર સ્થિત પોતાના ઘરે ફાંસીએ ઝૂલતી મળી હતી. પરિવારના સભ્યોએ કહ્યું કે તે પોતાના બેડરૂમમાં ગઇ અને દરવાજો બંધ કરી લીધો. તેને લાગ્યુ કે તે ન્હાઇ રહી છે પરંતુ જ્યારે તે મોડે સુધી બહાર ના આવી તો તેને દરવાજો તોડ્યો અને જોયુ તો તે લટકેલી મળી હતી. તે તેને હૉસ્પીટલમાં લઇ ગયા જ્યાં ડૉક્ટરોએ તેને મૃત જાહેર કરી દીધી હતી.
પરિવારે આરોપ લગાવ્યો છે કે શ્રાવણીએ પોતાના પૂર્વ પ્રેમી દેવરાજ રેડ્ડીના ઉત્પીડનથી પરેશાન થઇને આ પગલુ ભર્યુ છે. પોલીસે કહ્યું કે, પરિવારે તેના વિરુદ્ધ થોડાક દિવસો પહેલા કેસ નોંધાવ્યો હતો, અને તેને શ્રાવણી સાથે ફરવાને લઇને ચેતાવણી આપી હતી.
એસઆર નગર સર્કિલના ઇન્સ્પેક્ટર નરસિમ્હા રેડ્ડીએ કહ્યું કે, પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યુ છે કે દેવરાજેની સાથે ફરવાને લઇને મંગળવારે મોડી રાત્રે શ્રાવણીએ પોતાની મા અને તેના ભાઇ સાથે ચર્ચા થઇ હતી. ત્યારબાદ તે પોતાના રૂમમાં ગઇ અને ફાંસીએ લટકી ગઇ હતી.
પોલીસે દેવરજાને પકડવા માટે આંધ્રાપ્રદેશના કાકીનાડા શહેરમાં એક ટીમ મોકલી છે, સર્કલ ઇન્સ્પેક્ટરે કહ્યું- શ્રાવણીનો પરિવાર તેના પર આરોપ લગાવી રહ્યો છે, એટલા માટે અમે તેની ધરપકડ કરીશુ અને પુછપરછ કરીશું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion