બિગ બોસનાં ઘરમાં અનુપ જલોટા અને જસલીન વચ્ચે અલગ જ કેમેસ્ટ્રી જોવા મળી હતી.
2/4
ભજન સમ્રાટે કહ્યું કે, 'મારો જસલીન સાથે સંબંધ ફિઝિકલી નહીં પણ સ્પ્રિચુઅલી છે. શોની બહાર અમે એકબીજાનાં ઘરે માંડ બે-ચાર વખત ગયા છીએ. જસલીન મારી વિદ્યાર્થીની છે. જસલીનનાં પિતા મારા સારા મિત્ર છે અને જસલીન મારી મ્યૂઝિકલ ફ્રેન્ડ છે.'
3/4
માનાં આ સવાલ પર અનુપ જલોટાએ જવાબ આપ્યો કે, ‘આ ફક્ત એક અફવા છે અને જસલીન ફક્ત તેમની સ્ટૂડન્ટ છે. જસલીન વિશે વાત કરતા અનૂપ જલોટા કહે છે કે, અમારો સંબંધ પવિત્ર અને સંગીતમય છે. મને લાગે છે કે તે પ્રેમથી ઘણો ઉપર છે.'
4/4
મુંબઈઃ બિગ બોસનાં ઘરમાંથી અનુપ જલોટા બહાર થઈ ગયા છે. એક મહિનાથી વધુ સમય તેઓ પરિવારના લોકો સાથે કોઈ વાતચીત કરી શક્યા નહોતા. બિગ બોસના ઘરની બહાર આવતાં જ તેઓ સૌથી પહેલા માતાને મળવા પહોચ્યા હતાં. પણ 85 વર્ષની માતાએ અનુપ જલોટાને મળતાની સાથે તેમનાં હાલચાલ પુછવાની જગ્યાએ એક જ સવાલ કર્યો અને તે હતો કે આ જસલીન કોણ છે?