‘ઝીરો’ના ટીમના એક મેમ્બરના જણાવ્યા અનુસાર કેટરીનાની નારાજગીની શાહરૂખે ગંભીરતાથી નોંઘ લીધી નહીં અને બંને અભિનેત્રીઓના નામ શાહરૂખ ખાન કરતાં પહેલાં આવે તે જ ધ્યાન રખાયું. જો કે તેના કારણે નારાજ કેટરીના ‘ઝીરો’ ફિલ્મના પ્રમોશનથી દૂર રહી છે.
2/4
કેટરીનાની નારાજગીનું કારણ એ છે કે, તેના પહેલાં અનુષ્કાનું નામ મૂકાયું છે. સીનિેયોરિટિ પ્રમાણે કેટરિનાનું નામ અનુષ્કા પહેલાં હોવું જોઇએ કેમ કે કેટરિનાની કારકિર્દી અનુષ્કા કરતાં ઘણી વહેલી શરૂ થઇ હતી એવી દલીલ કેટરીનાએ કરી હતી પણ શાહરૂખે તેની વાત ના માનતાં કેટરીના નારાજ છે.
3/4
‘ચેન્નઇ એક્સપ્રેસ’ ફિલ્મ બાદ શાહરૂખ ખાનની દરેક ફિલ્મમાં અભિનેત્રીનું નામ સૌથી પહેલાં આવે છે. હાલમાં રીલિઝ થયેલી ફિલ્મ ‘ઝીરો’માં પણ આ જ પરંપરા નિભાવામાં આવી છે. તે પ્રમાણે શાહરૂખ પહેલાં અનુષ્કા શર્મા અને કેટરિના કૈફના નામ મૂકવામાં આવ્યા છે પરંતુ તેના કારણે કેટરિના નારાજ થઇ ગઇ છે.
4/4
મુંબઇઃ હિન્દી ફિલ્મોમાં અભિનેત્રીઓ વચ્ચે અહમના ટકરાવની વાત નવી નથી. આ સિલસિલામાં હવે કેટરીના કૈફ અને અનુષ્કા શર્મા વચ્ચેનો ટકરાવ ચર્ચામાં છે. બંને અભિનેત્રીઓ વચ્ચેના આ ટકરાવનું કારણ હાલમાં રીલિઝ થયેલી શાહરૂખ ખાનની ફિલ્મ ‘ઝીરો’ છે.